આજે ફરીથી સુનાવણી શરૂ થતાં, બંને પક્ષના વકીલો કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષે કોર્ટને વિનંતી કરી કે કોર્ટ ફિલ્મ (Maharaj Film) જુએ અને પછી નિર્ણય લે. કોર્ટને ફિલ્મનું પાસવર્ડ સાથે લાઇવ લિંક આપવાની વાત પણ કરવામાં આવી હતી
ફિલ્મ મહારાજ
આજે ગુજરાત હાઈકોર્ટમાં અમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ ‘મહારાજ’ (Maharaj Film) પર લાગેલા સ્ટેના મામલે ફરી સુનાવણી થઈ હતી. જજ સંગીતા વિશેનની બેંચના સમક્ષ ગઈકાલે પણ અઢી કલાક સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં નેટફ્લિક્સ તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી ઑનલાઈન હાજર રહ્યા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પરનો સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો.
આજે ફરીથી સુનાવણી શરૂ થતાં, બંને પક્ષના વકીલો કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. બંને પક્ષે કોર્ટને વિનંતી કરી કે કોર્ટ ફિલ્મ (Maharaj Film) જુએ અને પછી નિર્ણય લે. કોર્ટને ફિલ્મનું પાસવર્ડ સાથે લાઇવ લિંક આપવાની વાત પણ કરવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ દલીલ કરી કે, ફિલ્મ (Maharaj Film)નો સંબંધ એક મહારાજ સામેના કેસ સાથે છે, જે સમગ્ર સંપ્રદાયની બદનામી કરે છે. તેમણે ફિલ્મને રોકવાની માગણી નહોતી, પરંતુ ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તેવું તેઓ ઈચ્છતા હતા. પ્રોડ્યુસરે પણ કોર્ટને ફિલ્મ જોઈને નિર્ણય લેવાની માંગણી કરી હતી. અરજદારએ કહ્યું કે, દલીલો પૂર્ણ થવા આપવી જોઈએ અને કોર્ટને ફિલ્મ જોવી કે નહીં તે નક્કી કરવાની જરૂર છે.
ADVERTISEMENT
ફરિયાદીએ દલીલ કરી કે, આ કેસમાં તેમનો કોઈ આર્થિક સ્વાર્થ નથી અને નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ સામે કોઈ વાંધો નથી. તેઓ માત્ર કોર્ટને ફિલ્મ (Maharaj Film) જોઈને નક્કી કરવા માગે છે. નેટફ્લિક્સના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, આ ફિલ્મ પરનો સ્ટે દૂર કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ બદનક્ષી અને ધાર્મિક લાગણીઓને દુભાવનારી નથી. તેમણે સુપ્રીમ કોર્ટના કેટલાક કેસનો ઉલ્લેખ કર્યો જેમાં કોર્ટ આ પ્રકારની મુક્તિ આપી ચૂકી છે.
યશરાજ ફિલ્મના વકીલે દલીલ કરી કે, OTT માટે CBFC સર્ટિફિકેટની જરૂર નથી. તેમણે કહ્યું કે, આખી ફિલ્મ સંપૂર્ણ જજમેન્ટને રજૂ કરતી નથી, અને કોર્ટ ઈચ્છે તો તે ફિલ્મ જોઈ શકે છે. ફરિયાદીના વકીલ મિહિર જોશીએ દલીલ કરી કે, કોર્ટ ઈચ્છે ત્યારે સ્ટે આપી શકે છે. CBFC સર્ટિફિકેટ મળવું એ માત્ર કાયદાકીય ઉપાય છે, પરંતુ તે ફુલપ્રૂફ નથી. OTT પર સર્ટિફિકેટની જરૂર નથી, તેમ છતાં કોર્ટને કદમ ઉઠાવવા રોકી શકાતી નથી.
‘મહારાજ લાઇબલ કેસ’ વલ્લભ સંપ્રદાયના મહારાજોની પાપલીલાઓ અને કરસનદાસના અખબારી લેખ પર આધારિત છે. યશરાજના વકીલે દલીલ કરી કે, આ ફિલ્મ 2013ના પુસ્તક પર આધારિત છે અને મોડી રિલીઝ થવાથી તેનુ મોટું નુકસાન થઈ રહ્યું છે. કેસના તમામ પક્ષે પોતપોતાની દલીલો કરી અને કોર્ટને નિર્ણય લેવાની વિનંતી કરી.

