અરિન અને રાયન અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હોવાથી ઇન્ડિયા નહીં આવે
માધુરી દીક્ષિત પરિવાર સાથે
માધુરી દીક્ષિત નેનેનું કહેવું છે કે આ વર્ષે તે હોળી પર સૌથી વધુ તેનાં બાળકોને મિસ કરશે. માધુરીએ લૉસ ઍન્જલસમાં રહેતા ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. તેઓ હવે મુંબઈ રહે છે, પરંતુ તેમનાં બાળકો અરિન અને રાયન અમેરિકામાં અભ્યાસ કરે છે. હોળીના પ્લાન વિશે પૂછતાં માધુરી કહે છે, ‘આ વર્ષે હોળી પર હું મારાં બાળકોને સૌથી વધુ મિસ કરીશ. તેઓ અહીં નથી, યુનિવર્સિટીમાં છે. હું ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરીશ. અમે કલર્સથી હોળી રમીશું કે નહીં એની મને ખબર નથી, પરંતુ બધા ફ્રેન્ડ્સ સાથે મળીને રમીશું એ નક્કી છે. ફૅમિલી હોય કે ફ્રેન્ડ્સ, બધા સાથે હોળી સેલિબ્રેટ કરવી જોઈએ.’


