માધુરી દીક્ષિત નેનેના બન્ને દીકરાઓ રાયન અને અરિન હાયર એજ્યુકેશન માટે વિદેશ જતાં તે ઇમોશનલ થઈ ગઈ હતી.
માધુરી દીક્ષિતના બન્ને દીકરાઓ હાયર સ્ટડીઝ માટે વિદેશ જતાં તે ઇમોશનલ થઈ
માધુરી દીક્ષિત નેનેના બન્ને દીકરાઓ રાયન અને અરિન હાયર એજ્યુકેશન માટે વિદેશ જતાં તે ઇમોશનલ થઈ ગઈ હતી. માધુરીનો મોટો દીકરો અરિન અમેરિકાની યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાં સ્ટડી કરશે. તો નાનો દીકરો રાયન હાલમાં જ દસમામાં પાસ થયો છે. બન્ને દીકરાઓને સ્ટડીઝની સાથે અન્ય ઍક્ટિવિટીઝમાં પણ માધુરી નિપુણ બનાવવાનો પ્રયાસ કરે છે. અરિન સરસ રીતે પિયાનો પ્લે કરે છે અને ગીત ગાય છે. બન્ને દીકરા સાથેનો ફોટો માધુરીએ શૅર કર્યો છે. એ ફોટોમાં બન્ને માધુરીને પ્રેમથી ભેટી રહ્યા છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી, ‘માય બૉય્ઝ. તમે બન્ને આટલા જલદી કૉલેજ સુધી પહોંચી ગયા છો? સમય ક્યાં પસાર થઈ ગયો? હું આજે પણ તમારાં સાહસિક કાર્યો અને તમારા બેસ્ટ વર્ઝનને જોવા માટે ઉત્સુક છું. તમને હંમેશાં પ્રેમ કરીશ અને અતિશય મિસ કરીશ. હવે તમારા બન્ને વગર ઘર પહેલાં જેવું નહીં લાગે.’