આ ફિલ્મ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે
માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી
માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીની જોડી ‘ભૂલભુલૈયા 3’માં સાથે જોવા મળી હતી. ડિરેક્ટર અનીસ બઝમીની આ ફિલ્મમાં આ બન્નેની કેમિસ્ટ્રી દર્શકોને પસંદ પડી હતી. હવે આ બન્ને હિરોઇન ‘મા બહન’ નામની એક કૉમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે એવા સમાચાર છે. આ ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ અને ‘જલસા’ જેવી મહિલાપ્રધાન અને સંવેદનશીલ ફિલ્મોના ડિરેક્ટર સુરેશ ત્રિવેણી બનાવી રહ્યા છે.
આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં રવિ કિશન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે અને લીડ હીરોની શોધખોળ ચાલી રહી છે. આ ફિલ્મની વાર્તા હજી જાહેર નથી કરવામાં આવી, પણ મળતી માહિતી પ્રમાણે એમાં ડ્રામાની સાથોસાથ ઍક્શન અને થ્રિલ પણ હશે.
ADVERTISEMENT
માધુરીએ હાલમાં પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આ વર્ષે હું મારી જાતને મોટો પડકાર આપવાની છું. મેં અત્યાર સુધી નથી કર્યું એવું કામ હું એકફિલ્મમાં કરવાની છું.’ માનવામાં આવે છે કે તેનો ઇશારો આ ફિલ્મ તરફ જ હશે.

