તે કહે છે, ‘મારી ગર્લફ્રેન્ડ આમ તો સાથ આપે એવી છે, પણ છ મહિના સુધી દૂર રહેવાની વાતથી તે ખુશ નથી. અમે ૩ વર્ષથી રિલેશનશિપમાં છીએ અને છ મહિના દૂર રહેવાનું મુશ્કેલ છે.’
પ્રતીકાત્મક તસવીર
ભણ્યા પછી ઠરીઠામ થવાય એવી મોટા પગારની જૉબની ચાહત તો બધાને હોય. એવામાં જો તમને છ મહિનાની જૉબ માટે ૧.૩ કરોડ રૂપિયાનું પૅકેજ આપવામાં આવે તો તમે શું કરો? મોટા ભાગના લોકો આ તક ઝડપી લે, પરંતુ રેડિટ નામના સોશ્યલ મીડિયા પર એક યુવકે પોતાની અસમંજસ રજૂ કરી છે. પર્યાવરણ રિસર્ચ સેન્ટરમાં કામ કરતા ૨૯ વર્ષના યુવાનને ઍન્ટાર્કટિકા આઇલૅન્ડ પર મૅક્મુર્ડો સ્ટેશન પર પોસ્ટિંગ મળી છે. આ એવી જગ્યા છે જ્યાં ચોતરફ બરફ સિવાય બીજું કંઈ જ મળવું મુશ્કેલ છે. અહીં પર્યાવરણ પર સંશોધન કરવા માટે યુવાનને ૧.૩ કરોડ રૂપિયાનું પૅકેજ ઑફર થયું છે. યુવાનને મૂંઝવણ છે કે તેણે આ નોકરી લેવી કે નહીં? આટલી મોટી સૅલેરી ઉપરાંત રહેવા-ખાવા-પીવાનું અને ટ્રાવેલિંગ બધું જ સ્પૉન્સર્ડ છે છતાં આ ભાઈને તેમની ગર્લફ્રેન્ડને છોડીને ઍન્ટાર્કટિકા જવાની ઇચ્છા નથી થતી. ભાઈ કહે છે, ‘મારી ગર્લફ્રેન્ડ આમ તો સાથ આપે એવી છે, પણ છ મહિના સુધી દૂર રહેવાની વાતથી તે ખુશ નથી. અમે ૩ વર્ષથી રિલેશનશિપમાં છીએ અને છ મહિના દૂર રહેવાનું મુશ્કેલ છે.’


