શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહની વેડિંગ-ઍનિવર્સરી હોવાથી લવ દ્વારા ફોટો શૅર કરીને તેમને શુભેચ્છા આપવામાં આવી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લવ સિંહાએ તેના ફૅમિલી ફોટોમાંથી બહેન સોનાક્ષી સિંહાને કાઢી નાખી હોવાની ચર્ચા ચાલી રહી છે. શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહની વેડિંગ-ઍનિવર્સરી હોવાથી લવ દ્વારા ફોટો શૅર કરીને તેમને શુભેચ્છા આપવામાં આવી હતી. આ ફોટોમાં તેમની સાથે ભાઈ કુશ સિંહા પણ હતો, ફક્ત સોનાક્ષી નથી દેખાઈ રહી. આ ફોટો ઇન્સ્ટા સ્ટોરીમાં શૅર કરીને લવ દ્વારા કૅપ્શન આપવામાં આવી હતી કે ‘મારા અદ્ભુત પેરન્ટ્સને ઍનિવર્સરીની શુભેચ્છા. અમે નસીબદાર છીએ કે અમે તમારાં બાળકો છીએ. તમારી સાથે દરેક ક્ષણ વિતાવવાની અમને ખુશી છે.’
સાત વર્ષની રિલેશનશિપ બાદ સોનાક્ષી અને ઝહીરે ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી લવ ખુશ નહોતો એવી ચર્ચા છે. ઝહીરના પપ્પાના બિઝનેસથી પણ લવને પ્રૉબ્લેમ હોવાની વાતો બહાર આવી હતી. જોકે આ ફોટોમાં સોનાક્ષી ન દેખાઈ રહી હોવાથી એ વાતને વધુ જોર મળ્યું છે કે તે આ લગ્નથી ખુશ નથી.