Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું- ગણેશ આચાર્ય

News in Shorts: ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું- ગણેશ આચાર્ય

24 May, 2022 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગણેશ આચાર્યનું કહેવું છે કે ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું, પરંતુ હવે પોતાની બૉડી તેને ખૂબ જ પસંદ પડી રહી છે.

રણબીર કપૂર, સક્ષમ શર્મા અને ગણેશ આચાર્યએ ગઈ કાલે ગોરેગામમાં તેમની ‘દેહાતી ડિસ્કો’નું ગીત લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં રણબીર પણ સ્ટેજ પર નાચતો જોવા મળ્યો હતો.  સતેજ શિંદે

રણબીર કપૂર, સક્ષમ શર્મા અને ગણેશ આચાર્યએ ગઈ કાલે ગોરેગામમાં તેમની ‘દેહાતી ડિસ્કો’નું ગીત લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં રણબીર પણ સ્ટેજ પર નાચતો જોવા મળ્યો હતો.  સતેજ શિંદે


મુંબઈનું શેડ્યુલ પૂરું કર્યું નિમ્રત કૌરે



નિમ્રત કૌરે હાલમાં જ તેની નવી વેબ-સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું છે. તે બહુ જલદી નવું શેડ્યુલ શરૂ કરશે. નિમ્રતની ‘દસવીં’ હાલમાં જ રિલીઝ થઈ હતી અને એ માટે તેના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મ બાદ તે તેની નવી વેબ-સિરીઝ લઈને આવી રહી છે. આ વિશે નિમ્રતે કહ્યું હતું કે ‘અમે બહુ જલદી આ શોનું બીજું શેડ્યુલ ખૂબ જ સુંદર જગ્યાએ શરૂ કરીશું. આ લોકેશન વિશે હું એટલું જ કહી શકું છું કે અમે એ જગ્યાએ ગરમીને મહાત આપીશું. અમે મુંબઈથી એક અલગ જ લોકેશન પર જઈશું જ્યાં નવું સેટઅપ રહેશે. હું હંમેશાંથી આ જગ્યાએ જવા માગતી હતી અને એને લઈને હવે હું ખૂબ જ ઉત્સાહી છું. મને ખુશી છે કે હું મારા કામ દ્વારા અલગ-અલગ જગ્યાને એક્સપ્લોર કરી શકું છું.’


બર્થ-ડે સેલિબ્રેશન


અક્ષયકુમારે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ના સેટ પર તેની કો-સ્ટાર માનુષી છિલ્લરનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ ત્રણ જૂને રિલીઝ થઈ રહી છે જેના દ્વારા માનુષી ડેબ્યુ કરી રહી છે. માનુષી ૧૪ મેએ ૨૫ વર્ષની થઈ હતી અને એથી એના સેલિબ્રેશન માટે અક્ષયકુમાર સેટ પર કેક લઈને આવ્યો હતો. આ શોને વીક-એન્ડમાં ઑન-ઍર કરવામાં આવશે.


તેજસ્વી ખૂબ જ વ્યસ્ત હોવાથી લગ્ન લંબાવી રહી છે : કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રાનું કહેવું છે કે તેજસ્વી પ્રકાશ હાલમાં ખૂબ જ વ્યસ્ત હોવાથી તે લગ્નને લંબાવી રહી છે. ‘બિગ બૉસ 15’માં તેઓ મળ્યાં હતાં અને તેમણે ડેટિંગ શરૂ કર્યું હતું. તેઓ હાલમાં જાહેરમાં સાથે દેખાવાની સાથે સોશ્યલ મીડિયા પર પણ એટલાં જ ઍક્ટિવ રહે છે. લગ્ન વિશે પૂછતાં કરણ કુન્દ્રાએ કહ્યું હતું કે ‘લગ્નની વાત છે ત્યાં સુધી મૅડમ પાસે સમય નથી. તેજસ્વી દરેક ઇન્ટરવ્યુમાં મને બ્લેમ કરી રહી છે તો હવે હું તેને કરી રહ્યો છું.’

૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું : ગણેશ આચાર્ય

ગણેશ આચાર્યનું કહેવું છે કે ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું, પરંતુ હવે પોતાની બૉડી તેને ખૂબ જ પસંદ પડી રહી છે. કોરિયોગ્રાફરમાંથી ફિલ્મમેકર બનેલો ગણેશ આચાર્ય હાલમાં તેની ‘દેહાતી ડિસ્કો’ને પ્રમોટ કરી રહ્યો છે. તે છેલ્લા ઘણા સમયથી તેના વજન ઉતારવા પર ફોકસ કરી રહ્યો હતો અને હવે તેણે ૯૮ કિલો વજન ઉતાર્યું છે. આ વિશે વાત કરતાં ગણેશ આચાર્યએ કહ્યું હતું કે ‘૯૮ કિલો વજન ઉતાર્યા બાદ હું પોતાને હવે ચાર્જ્ડ અપ અને એનર્જેટિક મહેસૂસ કરી રહ્યો છું. મારા માટે આ ખૂબ જ સારો ફેઝ છે જેમાં હું વધુ કામ કરી શકું છું અને ઍક્ટિંગ પર પણ ધ્યાન આપી શકું છું. ફિટ રહેવાથી મારા માટે ઘણીબધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. મારું વજન ખૂબ જ હતું ત્યારે પણ હું ડાન્સને એટલો જ પ્રેમ કરી રહ્યો હતો.’

રણબીર કપૂર, સક્ષમ શર્મા અને ગણેશ આચાર્યએ ગઈ કાલે ગોરેગામમાં તેમની ‘દેહાતી ડિસ્કો’નું ગીત લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટમાં રણબીર પણ સ્ટેજ પર નાચતો જોવા મળ્યો હતો.  સતેજ શિંદે

ઠંડીમાં ફ્રેન્ચ ફાઇઝની મજા લેતી કરીના

કરીના કપૂર ખાન હાલમાં દાર્જીલિંગમાં ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ એક્સ’નું શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન તે ઠંડીમાં ફ્રેન્ચ ફાઇઝની મજા માણતી જોવા મળી હતી. તેની સાથે વિજય વર્મા પણ જોવા મળી રહ્યો છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘જ્યારે ઠંડી પડી રહી હોય ત્યારે તમે જાણો છો કે તમારે શું કરવાનું હોય છે. ફ્રેન્ચ ફ્રાઇઝ પર થોડો ચાટ મસાલો અને રેડ ચિલી નાખવાં.’

સ્વૉર્ડ ફાઇટિંગ શીખી રહી છે અદા શર્મા


અદા શર્મા હવે સ્વૉર્ડ ફાઇટિંગ શીખી રહી છે. તે હવે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટમાં કામ કરવાની છે. આ પ્રોજેક્ટ માટે તેણે સ્વૉર્ડ ફાઇટિંગ કરવાની છે અને 
એ માટે તે કોઈ કસર છોડવા નથી માગતી. તે હવે આ તક મળતાં પોતાનાથી બનતા તમામ પ્રયત્ન કરી રહી છે અને એ માટે સખત ટ્રેઇનિંગ પણ કરી રહી છે. તેની ત્રણ તેલુગુ ફિલ્મ અને બે હિન્દી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. તે બહુ જલદી ‘કમાન્ડો 4’નું શૂટિંગ પણ શરૂ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK