Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ >  હોળીના રંગોની જેમ માનવતાના વિવિધ રંગો પણ ભેળવવા માટે છે: પૂર્વા નરેશ

 હોળીના રંગોની જેમ માનવતાના વિવિધ રંગો પણ ભેળવવા માટે છે: પૂર્વા નરેશ

06 February, 2023 05:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઝી થિયેટરનું નાટક `આજ રંગ હૈ` હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની મધુરતા અને અમીર ખુસરોની કવિતાથી ભરેલું છે. જેના નિર્દેશક અને લેખક પૂર્વા નરેશ જણાવી રહ્યાં છે કે..

આજ રંગ હૈ નાટકના નિર્દેશક અને લેખક પૂર્વા નરેશ

આજ રંગ હૈ નાટકના નિર્દેશક અને લેખક પૂર્વા નરેશ


ઝી થિયેટરનું નાટક `આજ રંગ હૈ` હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની મધુરતા અને અમીર ખુસરોની કવિતાથી ભરેલું છે. જે ભારતની રંગીન સંસ્કૃતિની સુંદરતા સાથે અભિન્ન છે. વાર્તા એક એવા વિસ્તારની છે જ્યાં બેની બાઈ નામની ગાયિકા તેના જીવનની સાંજ વિતાવી રહી છે. એક સમયે તે મહેફિલોની શાન હતી અને હવે તે તેના પાડોશીઓની સમસ્યાઓ હલ કરે છે. તેની આસપાસ અનેક વાર્તાઓ ખીલી રહી છે. ફેની અને શારદા વચ્ચે એક શાંત પ્રેમ ખીલે છે. નાની છોકરીઓ અમીના અને વિદ્યા એ જાણવા માંગે છે કે અલ્લાહનો ચહેરો શું છે અને શું હોળી માત્ર હિન્દુ તહેવાર છે. બેની અને તેના મિત્ર બુઆ વચ્ચે પણ રકજક થયા કરે છે. પણ પછી નફરતનું એક વાવાઝોડું આ બધું વેરવિખેર કરી નાખે છે અને પ્રેક્ષકોને એ વિચારવા મજબૂર કરી દે છે કે શું માનવતા ધર્મથી આગળ વધીને શાંતિ અને પ્રેમનો અર્થ સમજી શકે છે?
 
આ નાટક 1970ના દાયકાનું છે, દિગ્દર્શક અને લેખક પૂર્વા નરેશ કહે છે કે જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે આજે પણ સુસંગત છે. તેણી કહે છે, "આ વાર્તા ભારતની ગંગા જામુની તહઝીબથી ભરેલી છે અને આ દેશની જેમ આ નાટક પણ એક રંગીન જાજમ જેવું છે. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે જો નફરત લોકોને એકબીજાથી અલગ કરે છે, તો સંગીત અને સાહિત્યના તાર આપણને એકબીજા સાથે જાળવી રાખે છે. 
 
આ નાટક પૂર્વાના હૃદયની ખૂબ નજીક છે કારણ કે બેનીબાઈનું પાત્ર તેની પોતાની દાદીથી પ્રેરિત છે. તે કહે છે, "બેનીની જેમ, મારી દાદી પણ ગાયિકા, બિનસાંપ્રદાયિક, ઉત્તમ ઉર્દુ બોલતા હતા અને સંગીતના દૃષ્ટિકોણથી દુનિયાને જોતા હતા. તેણે મને કહ્યું કે ઉસ્તાદ અમીર ખાન લક્ષ્મીજીના ભક્ત હતા અને તરાના અને કિર્તનમાં કેટલી સમાનતા છે. બેનીની જેમ તે એક ગુરુ, માર્ગદર્શક અને મિત્ર હતા."


આ પણ વાંચો: HBD અંગદ બેદી : લગ્ન પહેલા ૭૫ છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે એક્ટર



પૂર્વાના મતે ખુસરોની કવિતા પણ ભારતની જેમ રંગીન છે જ્યાં વિવિધતામાં એકતા છે અને તેણી કહે છે, "ધર્મ કે ભાષાના આધારે લોકોને વિભાજિત કરવું તે અર્થહીન છે. સંસ્કૃતિને માત્ર એક વ્યાખ્યામાં બાંધવી જોઈએ નહીં કારણ કે પછી આપણી એકતા છે જે આપણને મજબૂત બનાવે છે અને હોળીના રંગોની જેમ માનવતાના વિવિધ રંગો પણ ભળવા માટે જ છે."


સૌરભ શ્રીવાસ્તવ દિગ્દર્શિત આ નાટકમાં ત્રિશાલા પટેલ, સારિકા સિંહ, પ્રેરણા ચાવલા, નિશી દોષી, સ્વયં પૂર્વા નરેશ, પવન ઉત્તમ, ઈમરાન રાશિદ, હિદાયત સામી અને દાનિશ હુસૈન કામ કરી રહ્યા છે. ડીશ ટીવી અને D2H રંગમંચ અને એરટેલ થિયેટરમાં 5મી ફેબ્રુઆરીએ `આજ રંગ હૈ` નાટક સ્ટ્રીમ કરવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK