સોનાક્ષી સિંહાના રિસેપ્શનમાં હાજર હતો ભાઈ કુશ સિંહા
કુશ સિંહા
સોનાક્ષી સિંહાના વેડિંગ રિસેપ્શનમાં તેનો ભાઈ કુશ સિંહા પણ હાજર હતો. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્ન રવિવારે શાનદાર રીતે થયાં હતાં. તેમના રિસેપ્શનમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. સોનાક્ષીના ભાઈઓ લવ સિંહા અને કુશ સિંહા ગેરહાજર હતા એવી ચર્ચા હતી. લવ સિંહાએ કહ્યું હતું કે તે બે-ત્રણ દિવસમાં આ વિશે કમેન્ટ કરશે. જોકે કુશ આ રિસેપ્શનમાં હાજર હતો. આ વિશે વાત કરતાં કુશ કહે છે, ‘મારા વિશે ઘણી ખોટી માહિતીઓ ફરતી થઈ છે. મારા વિશે એક પોર્ટલ પર અજાણ્યા સૂત્રના ક્વોટ દ્વારા માહિતી આપવામાં આવી હતી. મને નથી ખબર આ બધું ક્યાંથી અને કોણ કરી રહ્યું છે. જોકે કેટલાક લોકોએ મારા ફોટો જાહેર કર્યા હતા. હું એક પ્રાઇવેટ વ્યક્તિ હોવાથી વધુ જોવા નથી મળતો એનો મતલબ એ નથી કે હું ત્યાં હાજર નહોતો. મેં પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી. હું મારી બહેનને ફક્ત શુભેચ્છા પાઠવું છું અને હંમેશાં તેની સાથે મારી શુભેચ્છા રહેશે.’


