મ્યુઝિશ્યન એ. પી. ઢિલ્લન પર્ફોર્મ કરશે
ક્રિતી
ચાર માર્ચથી શરૂ થનાર વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં ક્રિતી સૅનન, કિયારા અડવાણી અને મ્યુઝિશ્યન એ. પી. ઢિલ્લન પર્ફોર્મ કરશે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આ ક્રિકેટ મૅચનું આયોજન થવાનું છે. આ ઇવેન્ટમાં ક્રિતી તેનાં ગીત ‘ઠુમકેશ્વરી’ અને ‘પરમ સુંદરી’ પર પર્ફોર્મ કરવાની છે. તો બીજી તરફ કિયારા પણ પર્ફોર્મ કરવા માટે આતુર છે. એથી એમ કહી શકાય કે ક્રિકેટને ફિલ્મી ટચ આપવામાં આવશે. આ ઇવેન્ટમાં આ સુંદરીઓ ચાર ચાંદ લગાવશે. ગ્લૅમરથી આ સેરેમની ઝળહળી ઊઠશે. સાંજે સાડાપાંચ વાગ્યે આ સેરેમનીની શરૂઆત થવાની છે.