ફિલ્મનું લેખન પ્રકાશ કાપડિયા અને રામ મોરીએ કર્યું છે
`કૃષ્ણાવતારમ્`નું પોસ્ટર
હાલમાં પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પ્રત્યે ફિલ્મમેકર્સનો રસ વધતો જોવા મળી રહ્યો છે. એક તરફ રણબીર કપૂરની ‘રામાયણ’ ચર્ચામાં છે તો બીજી તરફ ‘કૃષ્ણાવતારમ્ પાર્ટ 1 : ધ હાર્ટ’નું ટ્રેલર પણ તાજેતરમાં રિલીઝ થયું છે.
આ ફિલ્મ ‘કૃષ્ણાવતારમ્’ ફ્રૅન્ચાઇઝીની પહેલી ફિલ્મ છે જે કુલ ત્રણ ભાગમાં બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં શ્રીકૃષ્ણના જીવન, તેમની પ્રેમલીલાઓ અને હૃદય સાથે જોડાયેલી લાગણીઓ પર આધારિત કથા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર વૃંદાવનનાં વિવિધ મંદિરોમાં ભક્તો વચ્ચે લૉન્ચ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ફિલ્મનું લેખન પ્રકાશ કાપડિયા અને રામ મોરીએ કર્યું છે, જ્યારે એના ડિરેક્શનની જવાબદારી હાર્દિક ગજ્જરે સંભાળી છે. ફિલ્મના નિર્માતાઓએ કૃષ્ણ, રાધા, રુક્મિણી અને સત્યભામાનાં પાત્રો માટે નવા કલાકારોને પસંદ કર્યા છે જેથી દર્શકોને પાત્રો સાથે નવી અનુભૂતિ મળે.
