યશે ફિલ્મમાં પોતાના રોલ વિશે ખુલાસો કરીને રણબીર સાથેની કેમિસ્ટ્રી વિશે વાત કરી
રામાયણમાં રામ અને રાવણ
રણબીર કપૂરની આવનારી ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર હાલમાં રિલીઝ થયું હતું. ત્યાર બાદ ચાહકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે. હવે ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા યશે પોતાના રોલ અંગે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. હાલમાં યશે ફિલ્મમાં રામનો રોલ કરી રહેલા રણબીર કપૂર સાથેની પોતાની કેમિસ્ટ્રી વિશે વાત કરી છે.
આ દિવાળીએ રિલીઝ થનારી ‘રામાયણ’ વિશે વાત કરતાં યશે કહ્યું હતું કે ‘આ પહેલા ભાગમાં હું અને રણબીર એકસાથે સ્ક્રીન પર દેખાવાના નથી, કારણ કે આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે. પહેલા ભાગમાં રાવણ અને રામનાં અલગ-અલગ વિશ્વ બતાવવામાં આવશે. અમે શૂટિંગ વખતે થોડા વખત માટે મળ્યા હતા. રણબીર ઉત્તમ અભિનેતા છે. અમારી વચ્ચે પરસ્પર સન્માનની લાગણી છે અને જ્યારે એક મોટી ફિલ્મ પર કામ કરવામાં આવે છે ત્યારે બધાનું લક્ષ્ય વાર્તાને સારી રીતે રજૂ કરવાનું હોય છે. અમારી વિચારધારા એક જેવી હોવાથી કેમિસ્ટ્રી અંગે કોઈ સમસ્યા નથી.’
