કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં સામેલ થવા માટે સલમાન ખાન પહોંચ્યો હતો. આ કાર્યક્રમ બાર ડિસેમ્બર સુધી ચાલશે. દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
સલમાન ખાન મમતા બૅનરજી સાથે
કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં સામેલ થવા માટે સલમાન ખાન પહોંચ્યો હતો. આ કાર્યક્રમ બાર ડિસેમ્બર સુધી ચાલશે. દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. એ ફેસ્ટિવલની તમામ વ્યવસ્થા પર પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ખાસ ધ્યાન રાખે છે. ફેસ્ટિવલમાં સલમાને જણાવ્યું કે તેને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની એક બાબતને લઈને ખૂબ ઈર્ષા થઈ આવે છે. તેણે કહ્યું કે ‘મને જ્યારે દીદીના ઘરે ઇન્વાઇટ કરવામાં આવ્યો ત્યારે મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો. મારે ખરેખર એ જોવું હતું કે શું સાચે તેમનું ઘર મારા ઘર કરતાં નાનું છે? મને તેમનું ઘર જોઈને ઈર્ષા થઈ આવી કે તેમનું ઘર તો મારા ઘર કરતાં ખરેખર નાનું છે. શત્રુઘ્ન સિંહા જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે તેમને બેસવા માટે કોઈ જગ્યા નહોતી જડતી. એક રૂમ, એક કિચન અને એક બેડરૂમ છે. મને હવે એ વાતની ઈર્ષા થાય છે કે આટલી મોટી પોઝિશન ધરાવતી વ્યક્તિનું ઘર મારા ઘર કરતાં નાનું કઈ રીતે હોઈ શકે. એનાથી જાણ થાય છે કે તેઓ કેટલાં સરળ છે.’