° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


Happy Bday Pooja Bedi: ફિલ્મોથી વધારે પોતાની બૉલ્ડનેસને કારણે ચર્ચિત એક્ટ્રેસ

10 May, 2021 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પૂજા બેદી 90ના દાયકાની ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. જન્મદિવસના અવસરે તેની સાથે જોડાયેલી જાણો કેટલીક વાતો.

પૂજા બેદી

પૂજા બેદી

બૉલિવૂડની સુંદર અને જાણીતી અભિનેત્રી પૂજા બેદી પોતાનો જન્મદિવસ 11 મેના ઉજવે છે તે પોતાની ફિલ્મો સિવાય બૉલ્ડનેસને કારમે પણ ચર્ચામાં છે. આ સિવાય પૂજા બેદી અનેક મુદ્દે બિન્દાસ નિવેદન આપવા માટે પણ જાણીતી છે. પૂજા બેદી 90ના દાયકાની ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. જન્મદિવસના અવસરે તેની સાથે જોડાયેલી જાણો કેટલીક વાતો.

પૂજા બેદીનો જન્મ 11 મે વર્ષ 1970ના રોજ બૉલિવૂડ અભિનેતા કબીર બેદીના ઘરમાં થયો. તેની મમ્મી જાણીતી મૉડલ અને ઑડિસી પ્રતિપાદક પ્રોતિમા બેદી છે. કબીર બેદી અને પ્રોતિમા બેદીના લગ્ન જાજાં ન ટક્યા અને બન્ને વચ્ચે ડિવૉર્સ થયું. પૂજા બેદીએ બૉલિવૂડમાં પોતાના કરિઅરની શરૂઆત વર્ષ 1991માં ફિલ્મ `વિષકન્યા` દ્વારા કરી હતી, પણ તેને ખરી ઓળખ આમિર ખાનની સુપર હિટ ફિલ્મ જો જીતા વહી સિકંદર દ્વારા મળી.

આ ફિલ્મમાં પૂજા બેદીએ બૉલ્ડ છોકરીનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ ચર્ચામાં રહ્યું. આ પછી તેમે લુટેરે, ફિર તેરી કહાની યાદ આયે, આતંક હી આતંક, અને શક્તિ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું, પણ પૂજા બેદીને બૉલિવૂડમાં તે સ્થાન ન મળ્યું જેની તેને આશા હતી. ફિલ્મો સિવાય પૂજા બેદીએ પોતાની જાહેરાતો અને ટીવી શૉઝ માટે પણ ઘણી ચર્ચામાં રહી.

90ના દાયકામાં પૂજા બેદીએ `કામસૂત્ર` કૉન્ડોમ માટે એક એડ કરી હતી. આ એડ એટલી બૉલ્ડ હતી કે દૂરદર્શને તેને ટેલિકાસ્ટ કરવાની ના પાડી દીધી. આ એડમાં પૂજા બેદી સાથે મૉડલ માર્ક રૉબિનસન પણ જોવા મળ્યો હતો. આ એડને કારણે અભિનેત્રીએ ઘણો વિરોધ સહેવો પડ્યો હતો. અહીં સુધી કે દૂરદર્શને તેને બૅન કરી દીધી હતી. પૂજા બેદી નાના પડદાના અનેક રિયાલિટી શૉનો પણ ભાગ બની ચૂકી છે.

તે ડાન્સ રિયાલિટી શૉ `ઝલક દિખલાજા`, બિગ બૉસ સીઝન 5, નચ બલિયે 3 અને ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી. પૂજા બેદી પોતાના જીવનને લઈને પણ ઘણીવાર ચર્ચાનો વિષય બની છે. તેણે 1990માં ફરહાન ફર્નીચરવાલા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમને બે બાળકો અલાયા અને ઉમર છે. આ લગ્ન લગભગ 10 વર્ષ ચાલ્યા. 2003માં બન્નેના ડિવૉર્સ થયા. હાલ પૂજા બેદીનું નામ માનેક કૉન્ટ્રેક્ટર સાથે જોડાયેલું છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે બન્નેએ સગાઇ કરી લીધી છે.

જણાવવાનું કે પૂજા બેદી તાજેતરમાં જ પૂજા બેદીના પુસ્તક પરથી એક વેબસિરીઝ બનવાની જાહેરાત કરવામાં આવી છે. આ પુસ્તક તેણે પોતાની મમ્મી પ્રોતિમા બેદી પર લખ્યું છે. એટલું જ નહીં કાર્તિક આર્યનને દોસ્તાના 2માંથી હટાવી દેવા પર પણ પૂજા બેદીએ નિવેદન આપ્યું છે. પૂજા બેદીએ કહ્યું કે કાર્તિક આર્યન ખોટો નથી. આમ કહીને તેણે નેપોટિઝ્મના સપોર્ટમાં નિવેદન આપ્યું છે.

10 May, 2021 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોવિડમાંથી રિકવરી બાદ ધૈર્ય રાખી એક્સરસાઇઝ કરી રહી છે કૅટરિના

કોવિડ બાદ હું હવે મારી એનર્જી પાછી મેળવવા માટે ખૂબ ધીરજ ધરીને એક્સરસાઇઝ કરું છું. તમારે તમારી ગતિથી જવું પડશે અને તમારા શરીરને સંભાળવું પડશે. તમને સારા દિવસો મળશે.

13 June, 2021 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

આઇએએસના વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરશે સોનુ સૂદ

સંભવમ’ની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. સોનુ સૂદ ફાઉન્ડેશન અને દિયા ન્યુ દિલ્હીની આ પહેલ છે.’

13 June, 2021 01:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ક્યા ખૂબ લગતી હો

જાહ્‍નવીએ તેના ઘરના ગાર્ડનમાં વીક-એન્ડ ફોટો શૂટ કર્યું હતું. 

13 June, 2021 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK