ઍક્ટ્રેસ અને રાજકારણી ખુશ્બૂ સુંદર તથા ફિલ્મમેકર સુંદર સી.ની મોટી દીકરી અવંતિકા સુંદરે મર્ચન્ટ નેવીના અધિકારી શ્રવણ શ્રીનિવાસન સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન ગુરુવારે એક બીચ રિસૉર્ટમાં કરવામાં આવ્યાં હતાં.
ખુશ્બૂ સુંદરની દીકરી અવંતિકાનાં લગ્નમાં હાજરી આપવા ગયેલા નાગાર્જુન, અનિલ કપૂર, ચિરંજીવી અને વ્યંકટેશ.
ઍક્ટ્રેસ અને રાજકારણી ખુશ્બૂ સુંદર તથા ફિલ્મમેકર સુંદર સી.ની મોટી દીકરી અવંતિકા સુંદરે મર્ચન્ટ નેવીના અધિકારી શ્રવણ શ્રીનિવાસન સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન ગુરુવારે એક બીચ રિસૉર્ટમાં કરવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે આ લગ્ન ખૂબ જ ખાનગી રહેશે અને એમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહેશે, પણ આ
લગ્ન-સમારંભમાં સાઉથ સિનેમાના અને બૉલીવુડના અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. તમામ મહેમાનો પરંપરાગત સાઉથ ઇન્ડિયન વેશભૂષામાં જોવા મળ્યા હતા. આ લગ્નમાં હાજરી આપવા આવેલા નાગાર્જુન, અનિલ કપૂર, ચિરંજીવી અને વ્યંકટેશનો એક ગ્રુપ-ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે.
