પૉઝિટિવ થયા બાદ તે આઇસોલેશનમાં હતી
કીર્તિ સુરેશ
કીર્તિ સુરેશનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. પૉઝિટિવ થયા બાદ તે આઇસોલેશનમાં હતી, પરંતુ ગઈ કાલે તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અગિયાર જાન્યુઆરીએ તે પૉઝિટિવ થઈ હતી. તેણે દરેક પ્રકારની તકેદારી રાખી હોવા છતાં તેને કોરોનાનું સંક્રમણ થયું હતું. આ વિશે વાત કરતાં સોશ્યલ મીડિયામાં કીર્તિએ કહ્યું હતું કે ‘આજકાલ નેગેટિવનો મતલબ ખૂબ જ પૉઝિટિવ થાય છે. તમારા પ્રેમ અને પ્રાર્થના માટે હું ખૂબ જ આભારી છું. તમારી પોંગલ અને સંક્રાન્તિ સારી રહી હોય એવી આશા છે.’

