કારણ કે તેને આમ કરવું થોડું અસહજ લાગે છે
કરણ જોહરની ફાઇલ તસવીર
ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં એક વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો છે કે તેણે આજ સુધી ક્યારેય લગ્નસમારંભમાં ભોજન નથી કર્યું, કારણ કે તેને આમ કરવું થોડું અસહજ લાગે છે.
કરણ જોહરના શો ‘ધ માન્યવર શાદી શો’માં પુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદાએ હાજરી આપી હતી. તેમની સાથે વાતચીત કરતી વખતે કરણે તેની પસંદ અને અણગમા વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘મેં મારા જીવનમાં લગ્નસમારંભમાં ક્યારેય ભોજન નથી કર્યું. મને ભોજન માટે લાંબી લાઇનમાં થાળી લઈને ઊભા રહેવાનું અને રાહ જોવાનું બહુ અસહજ લાગે છે. આ પ્રકારની લાગણીને કારણે હું લગ્નોમાં જમવાનું હંમેશાં ટાળું છું.’


