વિકી કૌશલના જન્મદિવસે પત્ની કૅટરિનાએ ખાસ સ્ટાઇલમાં તેને વિશ કર્યું. કૅટરિનાએ એ દિવસે સોશ્યલ મીડિયા પર વિકી સાથે એક અનફિલ્ટર્ડ સેલ્ફી પોસ્ટ કર્યો હતો, જે થોડી મિનિટમાં જ વાઇરલ થઈ ગયો હતો.
કૈટરીના કૈફની સોશિયલ મીડિયા પોસ્ટ
વિકી કૌશલની ગણતરી બૉલીવુડના ટૅલન્ટેડ ઍક્ટર તરીકે થાય છે. ૧૬ મેએ વિકીની ૩૭મી વર્ષગાંઠ હતી અને એ દિવસે પત્ની કૅટરિનાએ વિકીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી હતી. કૅટરિનાએ એ દિવસે સોશ્યલ મીડિયા પર વિકી સાથે એક અનફિલ્ટર્ડ સેલ્ફી પોસ્ટ કર્યો હતો, જે થોડી મિનિટમાં જ વાઇરલ થઈ ગયો હતો. આ ફ્રેમમાં માત્ર અડધો ચહેરો હોવા છતાં ક્લોઝ-અપ તસવીરમાં ઉષ્મા અને ખુશી ઝળકી રહી હતી.
આ પોસ્ટ સાથે કૅટરિનાએ કૅપ્શનમાં લખ્યું હતું, હૅપી વિકી ડે. સાથે એક પ્રેમભર્યું ઇમોજી અને એક કેક-ઇમોજી પણ ઉમેર્યું હતું. તસવીરમાં વિકી કૅમેરા તરફ જોતાં હળવી સ્માઇલ આપતો જોવા મળ્યો હતો, જ્યારે કૅટરિનાની આંખોમાં પ્રેમની ચમક દેખાતી હતી.


