તે આ ફિલ્મમાં ઍરફોર્સ પાઇલટની ભૂમિકા ભજવશે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને હાલમાં ડિરેક્ટર શિમિત અમીનની સાચી ઘટના પર આધારિત ફિલ્મ ‘કૅપ્ટન ઇન્ડિયા’ સાઇન કરી છે. નિર્માતાઓએ આ ફિલ્મને વહેલી શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કાર્તિક આર્યન આ ફિલ્મમાં ઍરફોર્સ પાઇલટની ભૂમિકા ભજવશે, જે એક સાચી ઘટના પર આધારિત છે.
આ ફિલ્મ ભારતના એક સફળ રેસ્ક્યુ-મિશન પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મથી કાર્તિક આર્યન પ્રથમ વખત ‘અબ તક છપ્પન’, ‘ચક દે! ઇન્ડિયા’ અને ‘રૉકેટ સિંહ : સેલ્સમૅન ઑફ ધ યર’ જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર શિમિત અમીન સાથે કામ કરવાનો છે. ‘કૅપ્ટન ઇન્ડિયા’નું શૂટિંગ ૨૦૨૬ના માર્ચથી જુલાઈ દરમ્યાન ભારત અને મૉરોક્કોમાં શરૂ થશે.


