કાર્તિક ભજનલાલ શર્માને તેમના સરકારી નિવાસસ્થાને મળ્યો અને તેણે રાજસ્થાનની કલા, સંસ્કૃતિ અને સત્કારની પ્રશંસા કરી
કાર્તિક આર્યન રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા સાથે મુલાકાતે ગયો હતો
કાર્તિક આર્યન હાલમાં રાજસ્થાનના નવલગઢમાં તેની આગામી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમ્યાન તેણે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને મંગળવારે જયપુરમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા સાથે મુલાકાત કરી હતી. ભજનલાલ શર્માએ આ મુલાકાતની તસવીર પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર શૅર કરી છે.
કાર્તિક ભજનલાલ શર્માને તેમના સરકારી નિવાસસ્થાને મળ્યો અને તેણે રાજસ્થાનની કલા, સંસ્કૃતિ અને સત્કારની પ્રશંસા કરી. વાતચીત દરમ્યાન કાર્તિકે રાજસ્થાનમાં ફિલ્મ-શૂટિંગના અનુભવને ખૂબ જ સારો ગણાવ્યો.
ADVERTISEMENT
કાર્તિક હાલમાં રાજસ્થાનનાં વિવિધ શહેરોમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ એક રોમૅન્ટિક-કૉમેડી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે અનન્યા પાંડે અને જૅકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે.


