હવે લવ રંજનની આગામી ફિલ્મ માટે લીડ રોલમાં ફરી એક વાર કાર્તિક આર્યનને સાઇન કરવામાં આવ્યો છે.
આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ થશે.
કાર્તિક આર્યને ડિરેક્ટર લવ રંજન સાથે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી હિટ ફિલ્મો આપી છે. હવે લવ રંજનની આગામી ફિલ્મ માટે લીડ રોલમાં ફરી એક વાર કાર્તિક આર્યનને સાઇન કરવામાં આવ્યો છે. આ એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ હશે. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને અન્ય કલાકારોની પસંદગી બાકી છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ થશે.
કાર્તિકે ૧૩ કરોડ રૂપિયામાં ખરીદી નવી ઑફિસ
ADVERTISEMENT
કાર્તિક આર્યને હાલમાં અંધેરી-વેસ્ટના ‘સિગ્નેચર બાય લોટસ’ નામના કમર્શિયલ બિલ્ડિંગમાં ૧૩ કરોડ રૂપિયામાં એક નવી ઑફિસ ખરીદવાની ડીલ કરી છે. દસ્તાવેજો પ્રમાણે કાર્તિક આર્યનની આ ડીલ સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી છે. આ ઑફિસ ૧૯૦૫ સ્ક્વેરફુટ કાર્પેટ એરિયા અને ૨૦૯૫ સ્ક્વેરફુટ બિલ્ટ-અપ એરિયા ધરાવે છે. આ ડીલમાં ૩ કારપાર્કિંગ પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર કાર્તિક આર્યને આ માટે ૭૮ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયાની રજિસ્ટ્રેશન-ફી ચૂકવી છે. કાર્તિકે થોડા દિવસ પહેલાં જ અલીબાગમાં પણ બે કરોડ રૂપિયાનો પ્લૉટ ખરીદીને પ્રૉપર્ટીમાં રોકાણ કર્યું હતું.


