સોશ્યલ મીડિયામાં તેની અને દીપિકાની તસવીર શૅર કરીને કહ્યું હતું કે ‘હૈ કોઈ ડિરેક્ટર મેં દમ?’
કાર્તિક આર્યન અને દીપિકા પાદુકોણની ફાઇલ તસવીર
૩૫ વર્ષના કાર્તિકે ૨૦૧૧માં પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મથી ચર્ચામાં આવેલા કાર્તિકે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે કાર્તિક આર્યન વર્ષોથી દીપિકા પાદુકોણ સાથે કામ કરવાનું સપનું જુએ છે અને તેને અફસોસ છે કે તેની આ ઇચ્છા હજી સુધી પૂરી નથી થઈ. કાર્તિકે તો દીપિકા સાથે કામ કરવાની પોતાની ઇચ્છા વર્ષો પહેલાં જાહેર કરી હતી.
૨૦૨૦માં દીપિકાની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થવાની હતી ત્યારે પ્રમોશન દરમ્યાન કાર્તિકે પોતાના સોશ્યલ મીડિયામાં તેની અને દીપિકાની તસવીર શૅર કરીને કહ્યું હતું કે ‘હૈ કોઈ ડિરેક્ટર મેં દમ?’ આ પોસ્ટ પર દીપિકાએ પણ કમેન્ટ કરી હતી. આ વાતચીતથી સ્પષ્ટ થાય છે કે કાર્તિક લાંબા સમયથી દીપિકા સાથે ફિલ્મ કરવા ઇચ્છે છે, પરંતુ તેને આજ સુધી આ તક મળી નથી.


