આ ફિલ્મ બીજી જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે
‘હક’નો સીન
યામી ગૌતમને લીડ રોલમાં ચમકાવતી ‘હક’ ગયા વર્ષે નવેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ‘હક’ એક કોર્ટરૂમ ડ્રામા છે અને એની વાર્તા ચર્ચાસ્પદ શાહબાનો બેગમ કેસથી પ્રેરિત છે. આ ફિલ્મમાં ખાસ કરીને યામીના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. જોકે આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ખાસ કમાણી નહોતી કરી. હવે આ ફિલ્મ બીજી જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે અને ત્યાં એ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.
હાલમાં ફિલ્મની પ્રશંસા કરતાં કિઆરા અડવાણીએ પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં પોસ્ટ શૅર કરી અને લખ્યું, ‘નેટફ્લિક્સ પર ‘હક’ જોઈ લીધી. યામી ગૌતમ, શું કમાલનો પર્ફોર્મન્સ.’ કિઆરા સિવાય સંજય કપૂરે પણ આ ફિલ્મની પ્રશંસા કરતી સ્ટોરી પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.


