નેટફ્લિક્સ દ્વારા ગઈ કાલે ‘કર્તવ્ય’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે જેમાં સૈફ અલી ખાન ફરજ અને પરિવાર વચ્ચે ફસાયેલા પોલીસ-ઇન્સ્પેક્ટર પવનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
ધર્મ કરતે હૈં તો કર્મ છૂટતા હૈ
નેટફ્લિક્સ દ્વારા ગઈ કાલે ‘કર્તવ્ય’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે જેમાં સૈફ અલી ખાન ફરજ અને પરિવાર વચ્ચે ફસાયેલા પોલીસ-ઇન્સ્પેક્ટર પવનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
ફિલ્મની વાર્તા મુજબ ડ્યુટી દરમ્યાન એક પત્રકારને પવનની દેખરેખ હેઠળ ગોળી વાગે છે અને તેનું મોત થાય છે. ત્યાર બાદ પવન પર તપાસ બેસાડવામાં આવે છે. આ સંજોગોમાં સિનિયર અધિકારીઓનું દબાણ સતત વધતું જાય છે અને હુમલાખોરને પકડવાની કોશિશમાં પવન વધુ ફસાતો જાય છે. આ સમયે જ પવનના ભાઈ સાથે જોડાયેલા એક કેસને કારણે પરિવારને પણ ધમકી મળવા માંડે છે. પવન એક તરફ સિસ્ટમમાં અને બીજી તરફ પોતાના ઘરમાં સંઘર્ષ કરી રહ્યો છે. ફરજ અને પરિવાર વચ્ચે તે મુશ્કેલ નિર્ણય લેવા માટે મજબૂર બને છે અને દરેક નિર્ણયની તેણે મોટી કિંમત ચૂકવવી પડે છે.
ગંભીર સ્ટોરીલાઇન અને મજબૂત પાત્રો સાથે બનેલી ‘કર્તવ્ય’ સત્ય-અસત્ય જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર આધારિત છે. આ ફિલ્મ ૧૫ મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.