Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના કપૂરનો પહેલો ક્લોઝ-અપ જોઈને મને ખબર પડી ગઈ હતી કે તે સુપરસ્ટાર છે

કરીના કપૂરનો પહેલો ક્લોઝ-અપ જોઈને મને ખબર પડી ગઈ હતી કે તે સુપરસ્ટાર છે

Published : 31 August, 2026 11:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરિશ્મા કપૂરે યાદ કર્યાં નાની બહેન કરીનાની પહેલી ફિલ્મ રેફ્યુજી વિશેનાં પોતાનાં સ્મરણો

કરિશ્મા કપૂર અને કરીના કપૂર

કરિશ્મા કપૂર અને કરીના કપૂર


કરિશ્મા કપૂર અને કરીના કપૂર બન્નેની ગણતરી બૉલીવુડની સફળ સેલિબ્રિટી સિસ્ટર્સ તરીકે થાય છે. હાલમાં કરિશ્માએ નાની બહેન કરીનાની ડેબ્યુ ફિલ્મ ‘રેફ્યુજી’માં કરીનાના પ્રથમ ક્લોઝ-અપને યાદ કરતાં કહ્યું કે તેને તરત જ અહેસાસ થઈ ગયો હતો કે કરીના સુપરસ્ટાર બનવા માટે જ બની છે.
કરીનાની પહેલી ફિલ્મ વિશેનાં પોતાનાં સ્મરણો યાદ કરતાં કરિશ્માએ કહ્યું હતું કે ‘કરીનાને ‘રેફ્યુજી’થી લૉન્ચ કરનારા ડિરેક્ટર જે.પી. દત્તા અગાઉ મારા પપ્પા રણધીર કપૂરના અસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા હતા. આ પછી જે.પી. દત્તા સરે કરીનાને લૉન્ચ કરી ત્યારે એવું લાગતું હતું કે જાણે ઇતિહાસ રચાઈ રહ્યો હોય. મને યાદ છે કે અમે ત્યાં ગયા હતા અને શૂટિંગ ચાલી રહ્યું હતું. કરીનાનો પહેલો ક્લોઝ-અપ થયો હતો. આ સમયે તે બુરખો પહેરે છે. આ સમયે તેને જોઈને હું સમજી ગઈ હતી કે તે સુપરસ્ટાર બનવાની છે. મને લાગે છે કે તેની આંખો જે રીતે અભિવ્યક્તિ કરે છે એ અલગ જ લેવલ પર છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK