Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કારગિલમાં ૧૮,૬૦૦ ફુટ ઊંચે ભારતીય સેનાએ દરદીનું દિલધડક રેસ્ક્યુ ઑપરેશન પાર પાડ્યું

કારગિલમાં ૧૮,૬૦૦ ફુટ ઊંચે ભારતીય સેનાએ દરદીનું દિલધડક રેસ્ક્યુ ઑપરેશન પાર પાડ્યું

Published : 31 August, 2026 11:13 AM | IST | Ladakh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહાડ પર હેલિકૉપ્ટર ઉતારવાની જગ્યા ન હોવાથી પાઇલટોએ વન-સ્કિડ લૅન્ડિંગ કરીને દરદીનો જીવ બચાવ્યો

ભારતીય સેનાના એવિએશન પાઇલટોએ અદ્ભુત સાહસનું પ્રદર્શન

ભારતીય સેનાના એવિએશન પાઇલટોએ અદ્ભુત સાહસનું પ્રદર્શન


લદ્દાખના કારગિલમાં આવેલા નુન-કુન પર્વત પર શનિવારે ભારતીય સેનાના એવિએશન પાઇલટોએ અદ્ભુત સાહસનું પ્રદર્શન કર્યું હતું. સેનાએ ૧૮,૬૦૦ ફુટની અત્યંત દુર્ગમ ઊંચાઈ અને ભયંકર પવનો વચ્ચે એક બીમાર વ્યક્તિને બચાવવા માટે અતિ જોખમી રેસ્ક્યુ ઑપરેશન કર્યું હતું.

સીધા ઢોળાવવાળા પહાડ પર જમીન સમથળ ન હોવાને કારણે પાઇલટોએ વન-સ્કિડ લૅન્ડિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. એમાં હેલિકૉપ્ટરનું માત્ર એક જ સ્કિડ પહાડ પર ટેકવીને એને હવામાં જ સંતુલિત રાખવામાં આવ્યું હતું અને દરદીને ઍરલિફ્ટ કર્યો હતો. આટલી ઊંચાઈએ હવાનું દબાણ ખૂબ ઓછું હોવાથી એન્જિનની ક્ષમતા ઘટી જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને વજન ઘટાડવા માટે હેલિકૉપ્ટરમાંથી તમામ બિનજરૂરી ઉપકરણો હટાવી લેવાયાં હતાં. ઉપરાંત ઈંધણ પણ જરૂર હોય એટલું જ ભરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 11:13 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK