૪૯ વર્ષની કરિશ્મા અને ૪૩ વર્ષની કરીના બન્ને સગી બહેનો છે.
કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન
કરિશ્મા કપૂર તેનું પહેલું સંતાન કરીના કપૂર ખાનને માને છે. ૪૯ વર્ષની કરિશ્મા અને ૪૩ વર્ષની કરીના બન્ને સગી બહેનો છે. તેમની વચ્ચે માત્ર છ વર્ષનો ફરક છે. કરિશ્માએ ૨૦૦૩માં બિઝનેસમૅન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. કરિશ્માએ ૨૦૦૫માં દીકરી સમાયરા અને ૨૦૧૦માં દીકરા કિયાનને જન્મ આપ્યો હતો. ૨૦૧૪માં તેમણે ડિવૉર્સ ફાઇલ કર્યા હતા જે ૨૦૧૬માં તેમને મળ્યા હતા. ત્યારથી કરિશ્મા સિંગલ મધર છે. જોકે તે રિયલમાં મમ્મી બની હતી એ પહેલાંથી કરીનાને પોતાનું બાળક સમજે છે. આ વિશે કરિશ્મા કહે છે, ‘કરીનાને લઈને હું ઓવરપ્રોટેક્ટિવ છું. તેની પર્સનાલિટી ખૂબ જ સ્ટ્રૉન્ગ છે. તે નાની હતી ત્યારથી જ તેને ખબર હતી કે તેણે લાઇફમાં શું કરવું છે. જોકે એમ છતાં તે મારા માટે તો મારું પહેલું બાળક જ છે.’

