કરીના કપૂરે ગઈ કાલે શર્મિલા ટાગોરને ૮૧મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ શુભેચ્છા પાઠવી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગઈ કાલે શર્મિલા ટાગોરની ૮૧મી વર્ષગાંઠ હતી અને આ દિવસે પુત્રવધૂ કરીના કપૂરે સાસુમાને સોશ્યલ મીડિયામાં પ્રેમભરી શુભેચ્છા પાઠવી હતી. કરીનાએ સોશ્યલ મીડિયામાં કેટલીક સુંદર તસવીરો શૅર કરી અને લખ્યું, ‘હૅપી બર્થ-ડે પ્રિય સાસુમા’.
કરીનાએ પોસ્ટ કરેલી પહેલી તસવીરમાં સૈફ અલી ખાન પોતાની મમ્મી શર્મિલા સાથે દેખાય છે અને શર્મિલાના ખોળામાં નાનકડો જેહ છે. બીજી તસવીરમાં કરીના અને શર્મિલા સાથે ચાલી રહ્યાં છે અને એ તસવીર પર કરીનાએ લખ્યું, ‘હંમેશાં તમારી ફુટપ્રિન્ટ પર ચાલવાનો પ્રયત્ન કરતી રહી છું.’ છેલ્લી તસવીરમાં શર્મિલા પોતાના પૌત્ર જેહ સાથે પાર્કમાં રમતાં દેખાઈ રહ્યાં છે.


