કરીનાએ સ્કિન અને બ્લૅક કલરની મૉનોકિની પહેરેલી જે તસવીરો શૅર કરી છે એમાં તેનું પેટ થોડું બહાર નીકળેલું દેખાય છે
કરીના કપૂર
કરીના કપૂરે પોતાના લેટેસ્ટ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે જે ચર્ચાસ્પદ બની છે. સોશ્યલ મીડિયામાં કરીનાની આ તસવીરો વાઇરલ થઈ રહી છે અને સાથે-સાથે તેની ત્રીજી પ્રેગ્નન્સીની પણ ચર્ચા થવા લાગી છે.
કરીનાએ સ્કિન અને બ્લૅક કલરની મૉનોકિની પહેરેલી જે તસવીરો શૅર કરી છે એમાં તેનું પેટ થોડું બહાર નીકળેલું દેખાય છે. આ પછી યુઝર્સ એવી અટકળ કરવા લાગ્યા છે કે કરીના ત્રીજી વાર પ્રેગ્નન્ટ છે અને આ પોસ્ટ પર પ્રેગ્નન્સીને લઈને તેને સવાલો કરી રહ્યા છે.
ADVERTISEMENT
કરીનાએ આ કમેન્ટ્સનો કોઈ જવાબ નથી આપ્યો તેમ જ તેની પ્રેગ્નન્સીની કોઈ સત્તાવાર જાહેરાત પણ નથી કરી.

