Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાનકડા દીકરા જેહની પાંચમી વર્ષગાંઠ ઊજવાઈ

કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાનકડા દીકરા જેહની પાંચમી વર્ષગાંઠ ઊજવાઈ

Published : 22 February, 2026 11:11 AM | Modified : 22 February, 2026 11:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેક-કટિંગ દરમ્યાન લેવામાં આવેલી તસવીરોમાં પરિવારના સભ્યો એકબીજા સાથે ખુશીના પળ સેલિબ્રેટ કરતાં નજરે પડે છે. 

તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી તે

તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી તે


કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના દીકરા જહાંગીર ઉર્ફે જેહની ગઈ કાલે પાંચમી વર્ષગાંઠ હતી. આ દિવસ સેલિબ્રેટ કરવા માટે સ્પેશ્યલ ફૅમિલી-સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેહની ફોઈ સોહા અલી ખાને આ સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. કેક-કટિંગ દરમ્યાન લેવામાં આવેલી તસવીરોમાં પરિવારના સભ્યો એકબીજા સાથે ખુશીના પળ સેલિબ્રેટ કરતાં નજરે પડે છે. 

પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં સોહાએ રમૂજી અંદાજમાં લખ્યું, ‘આંખ ઝપકતાં જ પાંચ વર્ષ થઈ ગયાં. કેક તો તસવીરમાં દેખાય છે, પરંતુ બર્થ-ડે બૉય એટલો સ્પષ્ટ દેખાતો નથી (તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો). આ બધાં વચ્ચે પણ બેબો આટલી કૂલ કઈ રીતે રહી શકે છે?’



કરીનાએ જેહનો જન્મદિવસ ઊજવ્યો વૃક્ષારોપણ કરીને


ગઈ કાલે કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાનકડા દીકરા જેહની પાંચમી વર્ષગાંઠ હતી. આ દિવસે એક નાનડી ફૅમિલી-પાર્ટીનું આયોજન તો કરવામાં આવ્યું જ હતું પણ સાથે-સાથે કરીનાએ સૈફ અને બન્ને બાળકો સાથે મળીને વૃક્ષારોપણ પણ કર્યું હતું.  આ તમામ પ્રવૃત્તિઓ ભોપાલ ખાતે પટૌડી પૅલેસમાં કરવામાં આવી હતી અને કરીનાએ આ તસવીરો હોંશે-હોંશે સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે.


સાંજની ચા પાર્લે-જી સાથે

કરીના કપૂરે શૅર કરી પોતાના ફેવરિટ ઈવનિંગ સ્નૅકની તસવીર

કરીના કપૂરે હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાના ફૅન્સને તેના સાંજના ફેવરિટ સ્નૅકની તસવીર દર્શાવી હતી. કરીનાએ સોશ્યલ મીડિયામાં ‘સાંજની ચા’ની તસવીર પોસ્ટ કરી હતી જેમાં એક કપ ગરમાગરમ ચા સાથે પાર્લે-જી બિસ્કિટ જોવા મળ્યાં હતાં. આ નાનકડી તસવીરે ઘણા ફૅન્સની બાળપણની યાદો તાજી કરી દીધી. તસવીર શૅર કરતાં કરીનાએ લખ્યું, ‘સાંજની ચા પાર્લે-જી સાથે...આ કંઈક અલગ જ છે, તમે સમજી રહ્યા હશો કે હું શું કહી રહી છું.’ કરીનાએ ક્યારેય અત્યંત કડક અથવા ટ્રેન્ડ પાછળ દોડતી ડાયટને પ્રોત્સાહન આપ્યું નથી. તે માને છે કે નિયમિત વ્યાયામ અને યોગ્ય માત્રામાં ખોરાક લેવામાં આવે તો ચા સાથે બે બિસ્કિટ ખાવાથી ડાયટ પર કોઈ મોટી અસર પડતી નથી. આ જ સંતુલન કરીનાની ફિટનેસનું સાચું રહસ્ય માનવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK