Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વાનખેડે સ્ટેડિયમમાં કરીના કપૂર અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે ગજબનું બૉન્ડિંગ

વાનખેડે સ્ટેડિયમમાં કરીના કપૂર અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે ગજબનું બૉન્ડિંગ

Published : 14 April, 2026 11:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યાં હોવાની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે

IPLની મેચ માણતાં કરીના કપૂર અને ઇબ્રાહિમ અલી ખાન

IPLની મેચ માણતાં કરીના કપૂર અને ઇબ્રાહિમ અલી ખાન


રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જોરદાર મુકાબલો થયો. આ મૅચ જોવા માટે સૈફ અલી ખાનનો આખો પરિવાર મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં નજર આવ્યો. આ આઉટિંગમાં આખો પરિવાર ખુશ લાગતો હતો, પણ કરીના કપૂર અને તેના સાવકા દીકરા ઇબ્રાહિમ અલી ખાનના બૉન્ડિંગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યાં હોવાની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ સમયે બન્ને એકબીજા સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ અને નૅચરલ દેખાઈ રહ્યાં હતાં.

કરીના કપૂરે અનેક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે તે તેનાં સાવકાં સંતાનો સારા અને ઇબ્રાહિમની મા બનવાનો પ્રયાસ કરતી નથી, પરંતુ એક સારી મિત્ર બનવામાં વિશ્વાસ રાખે છે. આ વાઇરલ તસવીરોમાં કરીનાનો ઇબ્રાહિમ સાથેનો સુંદર સંબંધ સ્પષ્ટ જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK