જોકે પછી કરીના ફરી શાંત અને રિલૅક્સ મૂડમાં જોવા મળી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કરીના કપૂર રવિવાર સાંજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચેની IPLની મૅચ માણવા પહોંચી હતી. તેની સાથે પતિ સૈફ અલી ખાન અને પુત્રો તૈમુર અને જહાંગીર તેમ જ સાવકો દીકરો ઇબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યો હતો. આ આખો પરિવાર મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પહેરીને પોતાની ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યો હતો.
આ સમયે શૂટ થયેલો કરીના કપૂરનો એક વિડિયો ચર્ચામાં છે. આ વિડિયોમાં જોવા મળે છે કે કરીના પરિવાર સાથે લિફ્ટ માટે રાહ જોઈ રહી હતી ત્યારે ચાહકો તેના પરિવારની આસપાસ ભેગા થઈ ગયા અને ફોટો પાડવા લાગ્યા હતા. આ ભીડને કારણે કરીના થોડી ચિડાઈ ગઈ હતી અને પોતાના સ્ટાફ સાથે કંઈક ઉગ્ર ચર્ચા કરવા લાગી હતી. જોકે આ ચર્ચાનું ચોક્કસ કારણ શું હતું એ સ્પષ્ટ નથી. જોકે પછી કરીના ફરી શાંત અને રિલૅક્સ મૂડમાં જોવા મળી હતી.
