Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરની હૉરર-થ્રિલર ફિલ્મ માટે આદિત્ય રૉય કપૂર ફાઇનલ

કરણ જોહરની હૉરર-થ્રિલર ફિલ્મ માટે આદિત્ય રૉય કપૂર ફાઇનલ

Published : 02 February, 2026 01:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણે ધર્મા પ્રોડક્શન્સ માટે એક હોરર-થ્રિલર ફિલ્મ ફાઇનલ કરી લીધી છે અને લીડ રોલ માટે આદિત્યને સાઇન કર્યો છે

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર


આદિત્ય રૉય કપૂર છેલ્લે ‘મેટ્રો ઇન દિનોં’માં જોવા મળ્યો હતો. હવે રિપોર્ટ છે કે આદિત્ય કરણ જોહરની હૉરર-થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. કરણ જોહરની કાર્તિક આર્યન સ્ટારર ‘નાગઝિલા’ આ જ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે. આ વચ્ચે કરણે હવે આદિત્ય સાથેની પોતાની આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે કરણે ધર્મા પ્રોડક્શન્સ માટે એક હોરર-થ્રિલર ફિલ્મ ફાઇનલ કરી લીધી છે અને લીડ રોલ માટે આદિત્યને સાઇન કર્યો છે. આ પ્રોજેક્ટ એકદમ અલગ પ્રકારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને ધર્મા પ્રોડક્શન્સમાં દરેક વ્યક્તિ આ ફિલ્મ થિયેટરમાં સારી ચાલશે એ બાબતે ખૂબ જ પૉઝિટિવ છે. જાણવા મળ્યું છે કે આ ફિલ્મ મે મહિનામાં ફ્લોર પર જવાની છે. ફિલ્મમાં આદિત્ય સાથે જોડી જમાવવા માટે એક ટૉપ ઍક્ટ્રેસ સાથે વાતચીત ચાલી રહી હોવાનું પણ કહેવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK