આ ફ્રૅન્ચાઇઝીને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. તે હવે ૨૦૨૪માં ફરી દુલ્હનિયા લઈને આવી રહ્યો છે
વરુણ ધવન
કરણ જોહર હવે તેની ‘દુલ્હનિયા 3’માં વરુણ ધવનની સામે નવા ચહેરાને પસંદ કરવા જઈ રહ્યો છે. વરુણે અત્યાર સુધીમાં ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ આપી છે અને હવે તે આ સિરીઝની નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે. વરુણની જનરેશનમાં ભાગ્યે જ એવા કોઈ ઍક્ટર હશે જેની પાસે આટલી જલદી કોઈ ફ્રૅન્ચાઇઝી આવી હોય. આ ફ્રૅન્ચાઇઝીને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. તે હવે ૨૦૨૪માં ફરી દુલ્હનિયા લઈને આવી રહ્યો છે. આ ફિલ્મને શશાંક ખૈતાન ડિરેક્ટ કરશે. આ ફિલ્મનો આઇડિયા ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને હવે એને લૉક કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં કઈ હિરોઇનને પસંદ કરવી એ વિશે પણ ચર્ચા ચાલી રહી હતી. જોકે હવે એ માટે નવા ચહેરાને પસંદ કરવામાં આવશે એ નક્કી છે. આ માટે નવી હિરોઇનને હવે શોધવામાં આવી રહી છે.