ચાહકો અને સેલિબ્રિટીઓએ સોશ્યલ મીડિયા પર નગેટની પ્રશંસા કરી અને એને ખૂબ જ ક્યુટ ગણાવ્યો.
કરણ જોહરના પરિવારના નવા સભ્યને મળો... નગેટ જોહર
ફિલ્મમેકર કરણ જોહરે હાલમાં પોતાના ફૅન્સને પરિવારના નવા સભ્યની ઓળખ કરાવી. આ નવો સભ્ય એક ડૉગ છે અને એનું નામ નગેટ જોહર રાખ્યું છે. કરણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર નગેટ સાથે તેનાં બાળકોની તસવીરો શૅર કરી અને કૅપ્શનમાં લખ્યું, એ ૬ મહિનાથી અમારી સાથે છે અને એણે અમને ખૂબ ખુશી અને ઘણો પ્રેમ આપ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે તમે અમારા પરિવારના નવા સભ્યને મળો... નગેટ જોહર.’ ચાહકો અને સેલિબ્રિટીઓએ સોશ્યલ મીડિયા પર નગેટની પ્રશંસા કરી અને એને ખૂબ જ ક્યુટ ગણાવ્યો.

