આ બન્ને લગ જા ગલેમાં પહેલી વખત સાથે જોવા મળશે
જાહ્નવી કપૂર, ટાઈગર શ્રોફ
જાહ્નવી કપૂરે પોતાની કારકિર્દીની શરૂઆત રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક’થી કરી હતી જેનો નિર્માતા કરણ જોહર હતો. તાજેતરમાં તે કરણ જોહરની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને લઈને પણ ચર્ચામાં રહી હતી. હવે તે કરણ જોહરની આગામી વર્ષે રિલીઝ થનારી ફિલ્મ ‘લગ જા ગલે’માં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં જાહ્નવી સાથે ટાઇગર શ્રોફને સાઇન કરવામાં આવ્યો છે. આ બન્ને પહેલી વાર કોઈ ફિલ્મમાં સાથે અભિનય કરી રહ્યાં છે. આ એક રિવેન્જ લવ-સ્ટોરી હશે, જેમાં ઍક્શનનો પણ ભરપૂર ડોઝ હશે.
હાલમાં ટાઇગર ‘બાગી 4’માં અને જાહ્નવી ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં વ્યસ્ત છે. આ બન્ને ફ્રી થશે પછી જ ‘લગ જા ગલે’નું કામ શરૂ થશે અને આ ફિલ્મ આગામી વર્ષ એટલે કે ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે.


