Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરની ‘કિલ’નો કિલર લુક

કરણ જોહરની ‘કિલ’નો કિલર લુક

10 February, 2024 10:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેની સાથે રાઘવ જુયાલ અને તાન્યા માણિકતલા પણ જોવા મળશે.

કરણ જોહરની આગામી ફિલ્મ ‘કિલ’નો ફર્સ્ટ લુક

કરણ જોહરની આગામી ફિલ્મ ‘કિલ’નો ફર્સ્ટ લુક


કરણ જોહરે તેની આગામી ફિલ્મ ‘કિલ’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. એમાં નવોદિત કલાકાર લક્ષ દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે રાઘવ જુયાલ અને તાન્યા માણિકતલા પણ જોવા મળશે. ફિલ્મને નિખિલ નાગેશ ભટે ડિરેક્ટ કરી છે. તો કરણ જોહરે અપૂર્વ મેહતા અને ગુનીત મોંગા કપૂર સાથે મળીને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનું પ્રીમિયર ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા વર્ષે થયો હતો. આ ​ફિલ્મના લક્ષનો જે લુક શૅર કરવામાં આવ્યો છે એમાં તેના ચહેરા પર જખમ છે અને ગળા પાસે ચાકુ રાખવામાં આવ્યું છે. લક્ષ આક્રમક દેખાઈ રહ્યો છે. આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘બ્લડ, બ્લડ ઍન્ડ બ્લડ. અમે અહીં તમારા માટે ઉત્કૃષ્ટ ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. ‘કિલ’ આ વર્ષે પાંચ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK