કરણ જોહર અને કાર્તિક આર્યને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ નાગઝિલાનું મોશન પોસ્ટર શૅર કર્યું. રિપોર્ટ પ્રમાણે ‘નાગઝિલા’માં કાર્તિકનો ડબલ રોલ છે અને એમાં માણસ અને નાગ વચ્ચેનો સંઘર્ષ બતાવવામાં આવશે.
નાગઝિલાફર્સ્ટ લુક
કાર્તિક આર્યન હવે ‘નાગઝિલા’ નામની ફિલ્મમાં ઇચ્છાધારી નાગનો રોલ ભજવશે. કરણ જોહર દ્વારા નિર્મિત આ ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કરવામાં આવ્યો છે અને સાથોસાથ જાહેરાત કરી દેવામાં આવી છે કે આ ફિલ્મ ૨૦૨૬ની ૧૪ ઑગસ્ટે રિલીઝ થશે.
કરણ જોહર અને કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મનું મોશન પોસ્ટર શૅર કર્યું છે. આ ફર્સ્ટ લુકમાં કાર્તિક આર્યનની ત્વચા સાપ જેવી છે. આ પોસ્ટર સાથે કૅપ્શન આપવામાં આવી છે, ‘માણસોવાળી ફિલ્મો તો બહુ જોઈ લીધી, હવે નાગવાળી ફિલ્મ જુઓ. નાગઝિલા-નાગલોકનો પહેલો કાંડ, ફેણ ફેલાવીને હું આવી રહ્યો છું. નાગપંચમીએ તમારા નજીકના થિયેટરમાં.’
આ મોશન પોસ્ટરને મિક્સ રિવ્યુ મળ્યા છે. કેટલાકને એ બહુ ગમ્યું છે તો કેટલાકને એ બેકાર લાગી રહ્યું છે અને તેમને એ એકતા કપૂરની સિરિયલ જેવું લાગી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ‘નાગઝિલા’માં કાર્તિકનો ડબલ રોલ છે અને એમાં માણસ અને નાગ વચ્ચેનો સંઘર્ષ બતાવવામાં આવશે.


