આ મોશન પોસ્ટરમાં કંગના રક્તરંજિત અને ઘાયલ હાલતમાં જોવા મળે છે
`ભારત ભાગ્ય વિધાતા`નું મોશન પોસ્ટર
૧૨ જૂને રિલીઝ થનારી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું ધમાકેદાર મોશન પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ મોશન પોસ્ટરમાં કંગના રક્તરંજિત અને ઘાયલ હાલતમાં જોવા મળે છે તેમ જ તેની આસપાસ આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. આ ફિલ્મની વાર્તા ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા દરમ્યાન કામા હૉસ્પિટલમાં કાર્યરત નર્સો અને મેડિકલ સ્ટાફના સાહસ પર આધારિત છે. ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય નર્સની ભૂમિકામાં જોવા મળશે.
કંગનાએ સોશ્યલ મીડિયા પર ફિલ્મનું મોશન પોસ્ટર શૅર કરતાં લખ્યું, ‘કુછ ખાસ કરકે, આમ હી કહલાતે. વો દિખતે તો હૈં, પર નઝર નહીં આતે.’
