Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાની પહેલી ફિલ્મ ગૅન્ગસ્ટરમાં તેનાં બોલ્ડ દૃશ્યો જોઈને માતા-પિતા થઈ ગયાં હતાં નારાજ

કંગનાની પહેલી ફિલ્મ ગૅન્ગસ્ટરમાં તેનાં બોલ્ડ દૃશ્યો જોઈને માતા-પિતા થઈ ગયાં હતાં નારાજ

Published : 04 June, 2026 10:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગનાએ બૉલીવુડમાં પોતાના શરૂઆતના દિવસો વિશે વાત કરતી વખતે પોતાની પ્રથમ ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’ વિશે માતા-પિતાની પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો

‘ગૅન્ગસ્ટર’માં કંગના

‘ગૅન્ગસ્ટર’માં કંગના


કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ૧૨ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન કંગનાએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં ખુલાસો કર્યો હતો કે તેનાં માતા-પિતા તેની પહેલી ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’માં આપેલાં બોલ્ડ દૃશ્યો જોઈને નારાજ થઈ ગયાં હતાં.

કંગનાએ જણાવ્યું કે સફળ ફિલ્મો આપ્યા પછી પણ તેનાં માતા-પિતા તેના વ્યવસાય વિશે હંમેશાં શંકાશીલ રહેતાં હતાં. સફળતા મળ્યા બાદ એક વખત કંગનાએ પોતાની મમ્મીને સાથે રહેવા માટે પણ કહ્યું હતું, પણ ત્યારે તેના પપ્પાએ જવાબ આપ્યો કે હવે તારે પોતાની રીતે રહેતાં શીખવું પડશે.




માતા-પિતા સાથે કંગનાની ફાઇલ તસવીર

કંગનાએ બૉલીવુડમાં પોતાના શરૂઆતના દિવસો વિશે વાત કરતી વખતે પોતાની પ્રથમ ફિલ્મ ‘ગૅન્ગસ્ટર’ વિશે માતા-પિતાની પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું હતું કે ‘મારા પપ્પાએ ફિલ્મ જોયા પછી કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ત્યાર બાદ મેં મારી મમ્મીને પૂછ્યું કે તમને કંઈ સમજાયું? તમને મારી ફિલ્મ કેવી લાગી? ત્યારે તેમણે જવાબ આપ્યો કે તું આપણા સમાજના માપદંડ પ્રમાણે હજુ ઘણી નાની હતી, અન્ડરએજ હતી અને તેમણે તારી પાસેથી આવાં દૃશ્યો કરાવ્યાં?’ મેં ફરી પૂછ્યું કે આખી ફિલ્મમાં તમે માત્ર આ જ જોયું? તેમણે આ ફિલ્મને જે રીતે લીધી એ જોઈને મારું દિલ તૂટી ગયું હતું.’


હાથવણાટની કાંજીવરમ સિલ્કની સાડીમાં કંગના રનૌતની શાહી સ્ટાઇલ

કંગના રનૌતે તેની આગામી ફિલ્મ `ભારત ભાગ્ય વિધાતા`ના ટ્રેલર-લૉન્ચ પ્રસંગે હાથવણાટની કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી. કંગનાને શાહી લુક આપતી આ સાડીએ ફૅશનપ્રેમીઓનું તરત જ ધ્યાન ખેંચી લીધું હતું. આ આઇવરી રંગની કાંજીવરમ સિલ્ક સાડીમાં નાજુક ફૂલોના બૂટા વણાયેલા હતા તેમ જ બૉર્ડરમાં મજેન્ટા અને જાંબલી રંગના શેડ્સ સાથે ગોલ્ડન જરીકામ કરવામાં આવ્યું હતું, જે આઇવરી સાડી સાથે કૉન્ટ્રાસ્ટ હાઇલાઇટ કરતો હતો. આ સાડી સાથે ઍક્સેસરીઝ માટે કંગનાએ સંપૂર્ણપણે પરંપરાગત ભારતીય આભૂષણો પસંદ કર્યાં હતાં તેમ જ નાની બિંદીએ તેના લુકમાં વધુ પરંપરાગત આકર્ષણ ઉમેર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK