વડા પ્રધાન નરેેેેેેેેેેેન્દ્ર મોદીની ‘એક પેડ માં કે નામ’ની હાકલથી પ્રેરિત થઈને કંગના રનૌતે વૃક્ષારોપણ કરીને ઝાડને મમ્મીનું નામ આપ્યું છે
કંગના રનૌત
વડા પ્રધાન નરેેેેેેેેેેેન્દ્ર મોદીની ‘એક પેડ માં કે નામ’ની હાકલથી પ્રેરિત થઈને કંગના રનૌતે વૃક્ષારોપણ કરીને ઝાડને મમ્મીનું નામ આપ્યું છે. તેની મમ્મીનું નામ આશા છે. તેણે કરેણનું ઝાડ રોપ્યું છે એથી કંગનાએ એનું નામ આશા કરેણ રાખ્યું છે. ઝાડ રોપીને કંગનાએ એને પાણી પિવડાવતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ફોટો શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘વૃક્ષારોપણ કરવું એ મારું પસંદગીનું કામ છે, કારણ કે આ દુનિયામાં ફક્ત વૃક્ષો જ એવાં છે જે આપવામાં માને છે અને બદલામાં તમારી પાસે કંઈ નથી માગતાં. વૃક્ષ જ્યારે જીવતાં હોય ત્યારે ફૂલ, ફળ, છાંયડો, ઑક્સિજન આપે છે અને મર્યા બાદ લાકડું આપે છે. વૃક્ષનો પ્રેમ મમ્મીના પ્રેમની જેમ નિઃસ્વાર્થ હોય છે એથી એક ઝાડ મમ્મીના નામથી રોપી રહી છું. આ કરેણનું ઝાડ છે જે વસંતઋતુમાં ગુલાબી ફૂલથી ભરાઈ જાય છે. મમ્મીની જેમ એ પણ એકદમ સુંદર અને મનમોહક લાગશે. આ ઝાડનું નામ મમ્મીના નામ પરથી આશા કરેણ રાખ્યું છે.’

