Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કમલ હાસન હૉલીવુડની ફિલ્મમાં લીડ રોલમાં?

કમલ હાસન હૉલીવુડની ફિલ્મમાં લીડ રોલમાં?

Published : 20 May, 2026 10:39 AM | Modified : 20 May, 2026 11:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રોજેક્ટની વાર્તા દીકરી શ્રુતિ હાસને લખી હોવાની ચર્ચા

દીકરી શ્રુતિ હાસન સાથે કમલ હાસન

દીકરી શ્રુતિ હાસન સાથે કમલ હાસન


ઍક્ટર અને રાજકારણી કમલ હાસન પહેલી વાર એક હૉલીવુડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે અને ખાસ વાત એ છે કે તેની દીકરી શ્રુતિ હાસને આ ફિલ્મની વાર્તા લખી છે. જોકે હજુ સુધી બન્ને તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

તાજેતરમાં કમલ હાસન ફિલ્મનિર્માણમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ શીખવા માટે ૪૫ દિવસ માટે અમેરિકા ગયો હતો. ત્યાં તેણે એક સંસ્થામાંથી AIનો કોર્સ કર્યો હતો. માનવામાં આવે છે કે તેના આ તમામ પ્રયોગ આ હૉલીવુડ ફિલ્મ માટે જ છે.



કમલ હાસને ઇકૉનૉમી ક્લાસમાં પ્રવાસ કરીને મેળવી વાહવાહી


કમલ હાસને ‘કલ્કિ 2898 AD’ની સીક્વલનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ માટે પ્રવાસ કરતી વખતે કમલ હાસને લક્ઝરી ટ્રાવેલ છોડીને ઇકૉનૉમી ક્લાસમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું, જેની ફિલ્મના નિર્માતા વૈજયંતી મૂવીઝે ભારે પ્રશંસા કરી છે. વૈજયંતી મૂવીઝે સોશ્યલ મીડિયા પર કમલ હાસનની ફ્લાઇટ દરમ્યાનની તસવીર શૅર કરી હતી જેમાં તે ઇકૉનૉમી ક્લાસમાં બેસીને પોતાના ફોનમાં સ્ક્રોલ કરતો જોવા મળ્યો હતો. આ પોસ્ટની કૅપ્શનમાં નિર્માતાઓએ લખ્યું, ‘કમલ હાસને પ્રાઇવેટ ચાર્ટર અને લક્ઝરી ટ્રાવેલ છોડીને ઇકૉનૉમી ફ્લાઇટમાં સીધા શૂટિંગ-સેટ પર જવાનું પસંદ કર્યું. જ્યારે ઇન્ડસ્ટ્રી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમનું આ પગલું જ બતાવે છે કે તેઓ કેટલા મહાન છે. સિનેમામાં વધુ સારા બદલાવ માટેનું આ પહેલું પગલું છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK