ત્રીજા રવિવારે ૨.૭૯ લાખ ટિકિટ વેચાતાં ગદર 2નો તોડ્યો રેકૉર્ડ
ફિલ્મનો સીન
‘કલ્કિ 2898 AD’ બૉક્સ-ઑફિસ પર ઘણા દિવસો બાદ પણ ધમાલ મચાવી રહી છે. સૌથી વધુ બિઝનેસ કરનારી ટૉપ ફાઇવના લિસ્ટમાં આવ્યા બાદ એણે હવે વધુ એક રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસનના પર્ફોર્મન્સ લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. આ ફિલ્મે ‘ગદર 2’નો ત્રીજા રવિવારે સૌથી વધુ ટિકિટ વેચાવાનો રેકૉર્ડ બ્રેક કર્યો છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ગદર 2’એ રિલીઝના ત્રીજા રવિવારે ૨.૧૫ લાખ ટિકિટ વેચી હતી તો ૨૭ જૂને રિલીઝ થયેલી ‘કલ્કિ 2898 AD’એ ત્રીજા રવિવારે ૨.૭૯ લાખ ટિકિટ વેચી હતી. એથી એવું લાગે છે કે આવનારા દિવસોમાં ‘કલ્કિ 2898 AD’ અનેક રેકૉર્ડ તોડે તો નવાઈ નહીં.