`સલામ વેંકી`નું ટ્રેલર બાળદિન નિમિત્તે મુંબઈમાં સ્પેશિયલ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત કહેવામાં આવી રહી છે. જેમાં એક મા પોતાના દીકરા સામે આવતા દરેક પડકાર સામે લડે છે અને તેને આખું જીવન જીવવા માટે મદદ કરે છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
વર્ષના મોસ્ટ અવેઇટેડ પ્રૉજેક્ટમાંનું (One of the most awaited projects of the year) એક, કાજોલ સ્ટારર (Kajol Starrer) `સલામ વેંકી`નું (Salaam Venky) ટ્રેલર લૉન્ચ (Trailer Launch) કરી દેવામાં આવ્યું છે. `સલામ વેંકી`નું ટ્રેલર બાળદિન નિમિત્તે મુંબઈમાં સ્પેશિયલ ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત કહેવામાં આવી રહી છે. જેમાં એક મા પોતાના દીકરા સામે આવતા દરેક પડકાર સામે લડે છે અને તેને આખું જીવન જીવવા માટે મદદ કરે છે.
ફિલ્મનું ટ્રેલર પણ છે ખૂબ જ ઇમ્પ્રેસિવ
રેવતી દ્વારા નિર્દેશિત `સલામ વેંકી`નું ટ્રેલ ખૂબ જ ઇમ્પ્રેસિવ છે. ટ્રેલરમાં કાજોલ (Kajol) માતાના રોલમાં છે. ફિલ્મમાં તેનાં પાત્રનું નામ સુજાતા છે. તો એક્ટર વિશાલ જેઠવા (Vishal Jethwa)ને વેંકટેશ ઉર્ફે વેંકી તરીકે બતાવવામાં આવ્યો છે. જે ફિલ્મમાં કાજોલનો દીકરો બન્યો છે. મા દીકરો આ ફિલ્મમાં સ્પેશિયલ બૉન્ડ શૅર કરે છે.
ADVERTISEMENT
ટ્રેલરની શરૂઆત મા દીકરાની મશ્કરીથી થાય છે. બન્ને રાજેશ ખન્નાની ફિલ્મના એક `ઝિંદગી લંબી નહીં બડી હોની ચાહિએ બાબૂ મોશાય` બોલતાં દેખાય છે. વેંકી હૉસ્પિટલના બેડ પર છે. હ્રદયસ્પર્શી ક્ષણોથી ભરપૂર આ ટ્રેલરમાં વેંકીની લાઇફના ચેલેન્જને સ્માઇલ સાથે ફેસ કરતો બતાવવામાં આવ્યો છે. તો મા તરીકે કાજોલ પોતાના દીકરાની હિંમત બનાવી રાખે છે અને દરેક મુશ્કેલમાં તેનો સાથ આપતી દેખાય છે. ટ્રેલરમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે વેંકીની હેલ્થ કંડીશન ખરાબ થઈ રહી છે તેમ છતાં, તેનું પોતાના બધાં સપનાં પૂરા કરવાનું લક્ષ્ય છે.
એક માની રિયલ લાઇફ સ્ટોરી પર બેઝ્ડ છે ફિલ્મ `સલામ વેંકી`
ફિલ્મ વિશે વાત કરતાં, વેટરન એક્ટ્રેસ અને ફિલ્મની મેકર રેવતી કહે છે, "સલામ વેંકી એક એવો પ્રૉજેક્ટ છે જે મારા મનની ખૂબ જ નજીક છે. મેં હંમેશાં માન્યું છે કે મા જ અસલી હીરો બોય છે અને સલામ વેંકી દ્વારા, એક એવી માની અવિશ્વસનીય રિયલ સ્ટોરી અને પોતાના દીકરા માટે તેના વિનાશરત પ્રેમને વ્યક્ત કરવામાં સક્ષમ હોવું મારે માટે ખૂબ જ આનંદની વાત છે."
View this post on Instagram
ફિલ્મનો આઇડિયા હ્રદયસ્પર્શી
તો ફિલ્મની લીડ એક્ટ્રેસ કાજોલ કહે છે, "મને લાગે છે, હું સલામ વેંકીમાં સુજાતાની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ લકી છું અને રેવતીએ આ ડિરેક્ટ કરી છે. જે દિવસે મેં ફિલ્મનો આઇડિયા સાંભળ્યો, આ આઇડિયા મારા મનને ખૂબ જ ઊંડે સુધી સ્પર્શી ગયો અને મને ખબર હતી કે હું ચોક્કસ આ અમેઝિંગ સ્ટોરીનો ભાગ બનવા માગું છું."
આ પણ વાંચો : Children`s Day: કેટલીક એવી ફિલ્મો વિશે જાણો જે બાળકના ઘડતરમાં બનશે ઉપયોગી
ક્યારે રિલીઝ થશે ફિલ્મ `સલામ વેંકી`
કાજોલ અને વિશાલ જેઠવા સિવાય, ફિલ્મમાં રાહુલ બોઝ, રાજીવ ખંડેલવાલ, પ્રકાશ રાજ અને અહાના કુમરા પણ પ્રમુખ ભૂમિકાઓમાં છે. કનેક્ટિકટ મીડિયા દ્વારા પ્રેઝેન્ટ અને BLIVE પ્રૉડક્શન્સ અને RTAKE સ્ટૂડિયોઝના બેનર હેઠળ સૂરજ સિંહ, શ્રદ્ધા અગ્રવાલ અને વર્ષા કુકરેજા દ્વારા નિર્મિત, `સલામ વેંકી` રેવતીના ડિરેક્શનમાં બનેલી છે અને આ ફિલ્મ 9 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની છે.


