સુનીલ શેટ્ટીની દીકરી અને ક્રિકેટર કે. એલ. રાહુલની પત્ની અથિયા શેટ્ટી નજીકના ભવિષ્યમાં પ્રથમ બાળકને જન્મ આપવાની છે. રાહુલ દુબઈથી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતીને પાછો આવ્યો એ પછી અથિયાએ આ ફોટોશૂટ કરાવ્યું છે. અથિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરી.
કે. એલ. રાહુલની પત્ની અથિયા શેટ્ટીનું પ્રેગ્નેન્સી ફોટોશૂટ
સુનીલ શેટ્ટીની દીકરી અને ક્રિકેટર કે. એલ. રાહુલની પત્ની અથિયા શેટ્ટી નજીકના ભવિષ્યમાં પ્રથમ બાળકને જન્મ આપવાની છે. અથિયાએ ગઈ કાલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં બેબી-બમ્પ સાથેના તેના લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે, આ તસવીરોમાં તેની સાથે હસબન્ડ કે. એલ. રાહુલ પણ છે. રાહુલ દુબઈથી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતીને પાછો આવ્યો એ પછી અથિયાએ આ ફોટોશૂટ કરાવ્યું છે. અથિયાએ આ ફોટો શૅર કરીને લખ્યું છે : ઓ બેબી.

