તેણે ગઈ કાલે તેની ‘વેદા’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું
જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમ હાલમાં એક જર્નલિસ્ટ પર ગુસ્સે ભરાયો હતો. તેણે ગઈ કાલે તેની ‘વેદા’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં તેની સાથે અભિષેક બૅનરજી અને શરવરી વાઘ પણ હતાં. આ ઇવેન્ટમાં એક રિપોર્ટરે સવાલ કર્યો હતો કે તેની મોટા ભાગની દરેક ફિલ્મો એકસરખી લાગે છે. તેણે ‘પઠાન’માં જેવું પાત્ર ભજવ્યું હતું એવું જ પાત્ર આ ફિલ્મમાં પણ તે ભજવી રહ્યો છે. એ સાંભળીને જૉનને ગુસ્સો આવ્યો હતો એટલે જૉને તરત કહ્યું કે શું ખરાબ સવાલને ઇડિયટ્સ કહી શકું.
રિપોર્ટરે કહ્યું કે ટ્રેલરને જોઈને મેં અનુમાન લગાવ્યું છે. આ વિશે જૉને કહ્યું કે ‘હું એકદમ સાફ-સાફ કહું છું કે આ ફિલ્મ એકદમ અલગ છે. મારા મત મુજબ મેં ‘વેદા’માં ખૂબ ઇન્ટેન્સ પર્ફોર્મન્સ આપ્યો છે. તમે ફિલ્મ નથી જોઈ. પહેલાં એ જોઈ લો અને ત્યાર બાદ ફિલ્મને જજ કરજો. ત્યાર બાદ હું તમારી સામે હોઈશ.’
ADVERTISEMENT
ત્યાર બાદ મસ્તીમાં આવી જૉને કહ્યું કે ‘આ ફિલ્મ જોયા બાદ તમે ખોટા પડ્યા તો હું તમને ઊંચકીને ઊંધા માથે પટકીશ.’

