જૉન એબ્રાહમે લંડનમાં સાયકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘ગુરુ’નું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મમાં દાનિશ પંડોર, આરિફ ઝકારિયા અને કિટ્ટુ ગિડવાની પણ મહત્વની ભૂમિકામાં છે. વાર્તા યાદશક્તિ અને વાસ્તવિકતા વચ્ચે ઝઝૂમતા એક માણસની આસપાસ છે.
જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમ નજીકના ભવિષ્યમાં સાયકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘ગુરુ’માં જોવા મળશે. હાલમાં જૉને લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવાની યોજના છે. હાલમાં જૉન લંડનમાં છે અને ત્યાં જ આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં જૉનની સાથે દાનિશ પંડોર, આરિફ ઝકારિયા અને કિટ્ટુ ગિડવાની જેવાં કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ એક એવા માણસની આસપાસ વણાયેલી છે જેની યાદશક્તિ અને વાસ્તવિકતા વચ્ચે મોટો ફરક છે. વિચિત્ર ઘટનાઓ બનતાં આ વ્યક્તિને વિશ્વાસ કરવામાં સમસ્યા થવા લાગે છે અને તે પોતાની જ સમજ અને વાસ્તવિકતા પર શંકા કરવા લાગે છે.
