જાવેદ અખ્તરે પોસ્ટ કર્યું હતું કે ‘મને ગર્વ છે કે હું એક ભારતીય નાગરિક છું અને મારા છેલ્લા શ્વાસ સુધી હું રહીશ
જાવેદ અખ્તર
પ્રસિદ્ધ ગીતકાર અને રાઇટર જાવેદ અખ્તરને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરનારને જડબાતોડ જવાબ આપ્યો છે. વાત એમ છે કે તેમણે અમેરિકાના પ્રેસિડન્ટને લઈને એક પોસ્ટ કરી હતી અને એને લઈને એક વ્યક્તિએ તેમની ટીકા કરી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાવેદ અખ્તરે પોસ્ટ કર્યું હતું કે ‘મને ગર્વ છે કે હું એક ભારતીય નાગરિક છું અને મારા છેલ્લા શ્વાસ સુધી હું રહીશ, પરંતુ જો બાઇડન અને મારામાં એક સમાનતા છે. અમે બન્ને અમેરિકાના પ્રેસિડન્ટ બનવાની શક્યતા ધરાવીએ છીએ.’
તેમની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં એકે લખ્યું કે ‘તમારા પિતા માત્ર મુસલમાન માટે અલગ દેશ પાકિસ્તાન બને એના પક્ષમાં હતા. તમે ‘સન ઑફ ગદ્દાર’ છો જેણે ધર્મના આધારે અમારા દેશના ભાગલા પાડ્યા હતા. તમે ગમેતે કહો, પરંતુ વાસ્તવિકતા તો આ જ છે.’ તે વ્યક્તિને જવાબ આપતાં જાવેદ અખ્તરે લખ્યું કે ‘એ કહેવું મુશ્કેલ છે કે તું પૂરી રીતે અજ્ઞાન છે કાં તો પૂરી રીતે પાગલ છે. ૧૮૫૭થી મારો પરિવાર આઝાદીની લડાઈમાં જોડાયો હતો અને જેલમાં ગયો હતો અને કાળાપાણીની સજા પણ ભોગવી હતી. જોકે એ સમયે તારા બાપ-દાદાઓ અંગ્રેજોની ખુશામત કરતા હતા.’

