જાહ્નવી તેના બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે યુરોપ ગઈ હતી
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરનો ગયો વીક-એન્ડ લાઇફનો બેસ્ટ વીક-એન્ડ રહ્યો હતો. જાહ્નવી તેના બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે યુરોપ ગઈ હતી. તેમણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની
પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેણે બૉયફ્રેન્ડ સાથે ખૂબ સારો સમય પસાર કર્યો હતો. એના ફોટો શૅર કરીને જાહ્નવીએ લખ્યું હતું કે ‘આ મારો બેસ્ટ વીક-એન્ડ રહ્યો છે. મને મળેલા પ્રેમ અને મેમરીઝ માટે હું આભારી છું.’

