જાહ્નવી કપૂર ટૂંક સમયમાં કરણ જોહરના ટૉક-શો ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં વરુણ ધવન સાથે જોવા મળશે.
કૉફી વિથ કરણ’ સીન
જાહ્નવી કપૂર ટૂંક સમયમાં કરણ જોહરના ટૉક-શો ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં વરુણ ધવન સાથે જોવા મળશે. આ શો દરમ્યાન તેણે પોતાના બૉયફ્રેન્ડ શિખર પહારિયા વિશે વાત કરી હતી. જાહ્નવીએ જણાવ્યું હતું કે ૨૦૧૮માં તેની મમ્મી શ્રીદેવીના નિધન બાદ શિખરે તેને બહુ મજબૂત સાથ આપ્યો હતો.
જાહ્નવીએ શિખરના સપોર્ટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મમ્મીના મૃત્યુ વખતે શિખર લંડનમાં અભ્યાસ કરી રહ્યો હતો. જોકે તેણે એક સેમેસ્ટરનો અભ્યાસ અધવચ્ચે અટકાવીને મુંબઈ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં તે દક્ષિણ મુંબઈમાં પોતાના પપ્પા સાથે રહેતો હતો, પણ પછી એક મહિના માટે જુહુમાં પોતાના મિત્રના ઘરે રહેવા જતો રહ્યો હતો, જેથી જરૂર પડે ત્યારે તે મારી નજીક રહી શકે. એવું નહોતું કે હું તેને દરરોજ મળતી હતી, પણ પછી મને જાણવા મળ્યું કે તેણે આવું એટલા માટે કર્યું હતું કે જો મને તેની જરૂર પડે તો તે મારી આસપાસ રહી શકે.’
ADVERTISEMENT
જાહ્નવી અને શિખર છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ટેડી રિલેશનશિપમાં છે. બન્ને જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાટ અનુભવતાં નથી. તેમને ઘણી વખત એકબીજાની કંપનીમાં ક્લિક કરવામાં આવ્યાં છે.
